અમુક પ્રકાશનો જપ્ત થયેલા જાહેર કરવાની અને તે માટે ઝડતી વોરંટ કાઢવાની સતા - કલમ : 94

અમુક પ્રકાશનો જપ્ત થયેલા જાહેર કરવાની અને તે માટે ઝડતી વોરંટ કાઢવાની સતા

"(૧) રાજય સરકારને એમ જણાય કે ગમે ત્યાં છપાયેલ (ક) કોઇ વતૅમાનપત્ર કે પુસ્તકમાં અથવા (ખ) કોઇ દસ્તાવેજમાં ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૧૨૪-ક અથવા કલમ ૧૫૩-ક અથવા કલમ ૧૫૩-ખ અથવા કલમ ૨૯૨ કે કલમ ૨૯૩ કે કલમ ૨૯૫-ક હેઠળ જેનુ પ્રકાશન શિક્ષાને પાત્ર હોય તેવી કોઇ બાબત સમાયેલ છે ત્યારે રાજય સરકાર પોતાના અભિપ્રાયના કારણે દશૅાવાતા જાહેરનામાંથી એવી બાબતવાળા વતૅમાનપત્રના અંકની દરેક નકલ અને એવા પુસ્તક કે અન્ય દસ્તાવેજની દરેક નકલ સરકારે જપ્ત કરેલી હોવાનુ જાહેર કરી શકશે અને તે ઉપરથી કોઇ પોલીસ અધીકારી ભારતમાં તે જયાં પણ મળી આવે ત્યાંથી તે કબજે કરી શકશે અને સબ ઇન્સ્પેકટરથી ઊતરતા દરજજાના ન હોય તેવા કોઇ પોલીસ અધિકારીને એવા અંકની કે પુસ્તક કે અન્ય દસ્તાવેજની નકલ હોય અથવા હોવાનો વાજબી શક હોય તે જગ્યામાં પ્રવેશવા અને તે માટે ઝડતી લેવા કોઇ મેજિસ્ટ્રેટ વોરંટથી અધિકાર આપી શકશે

(૨) આ કલમમાં અને કલમ ૯૬માં (ક) વતૅમાનપત્ર અને પુસ્તક ના પ્રેસ અને પુસ્તક રજિસ્ટ્રેટશન અધિનિયમ ૧૮૬૭માં તેના જે અૌ આપ્યા છે તે જ અથૅ થાય છે (ખ) દસ્તાવેજ માં કોઇ ચિત્ર રેખાંકન કે ફોટોગ્રાફ અથવા બીજા કોઇ શકાય તેવા પ્રતિરૂપનો સમાવેશ થાય છે

(૩) આ કલમ હેઠળ કરેલા કોઇ હુકમ અથવા લીધેલા પગલા સામે કલમ ૯૬ની જોગવાઇઓ અનુસાર હોય તે સિવાય કોઇ કોટૅમાં વાંધો લઇ શકાશે નહીં."