જયાં ચોરીનો માલ બનાવટી દસ્તાવેજ વગેરે હોવાનો શક જાય તે જગ્યાની ઝડતી
"(૧) કોઇ જિલ્લા મેજિસ્ટ્રેટને પેટા વિભાગીય મેજિસ્ટ્રેટને કે પહેલા વગૅના મેજિસ્ટ્રેટને માહિતી ઉપરથી અને પોતાને જરૂરી જણાય તેવી તપાસ કયૅ પછી એમ માનવાને કારણ હોય કે કોઇ જગ્યાનો ઉપયોગ ચોરીનો માલ રાખવા કે વેચવા માટે કરવામાં આવે છે અથવા જે વાંધાજનક વસ્તુને આ કલમ લાગુ પડતી હોય તેને રાખવા કે વેચવા માટે કરવામાં આવે છે અથવા જે વાંધાજનક વસ્તુને આ કલમ લાગુ પડતી હોય તેને રાખવા વેચવા કે બનાવવા માટે કરવામાં આવે છે અથવા કોઇ જગ્યામાં એવી વાંધાજનક વસ્તુ રાખવામાં આવે છે તો કોન્સ્ટેબલથી ઉપરના દરજજાના કોઇ પોલીસ અધિકારીને પોતાના વોરંટથી તે નીચે મુજબ કરવાનો અધીકારી આપી શકશે
(ક) જોઇતી સહાય મેળવીને તે જગ્યામાં પ્રવેશ કરવા (ખ) વોરંટમાં દશૅાવ્યા પ્રમાણે તે જગ્યાની ઝડતી લેવા (ગ) ત્યાંથી મળી આવેલ જે કોઇ માલ કે વસ્તુ ચોરીનો માલ અથવા જેને આ કલમ લાગુ પડતી હોય તે વાંધાજનક વસ્તુ હોવાનો પોતાને વાજબી શક હોય તેનો કબ્જો લેવા
(ઘ) તે મિલકત કે વસ્તુ કોઇ મેજિસ્ટ્રેટ સમક્ષ લઇ જવા અથવા ગુનેગારને મેજિસ્ટ્રેટ સમક્ષ લઇ જવામાં ન આવે ત્યાં સુધી તે જ જગ્યાએ તેને ચોકી પહેરામાં રાખવા અથવા બીજી રીતે તેને કોઇ સલામત જગ્યાએ રાખવાની વ્યવસ્થા કરવી
(ચ) યથાપ્રસંગ ચોરીનો માલ અથવા જેને આ કલમ લાગુ પડતી હોય તે વાંધાજનક વસ્તુ હોવાનુ જાણવા છતા અથવા તેવી હોવાનો વાજબી શક લાવવા કારણ હોવા છતા એવો માલ વસ્તુ રાખવામાં વેચવામાં કે બનાવવામાં સામેલ હોય તે કે જગ્યામાં મળી અવોલ દરેક વ્યકિતને કસ્ટડીમાં લેવા અને મેજિસ્ટ્રેટ સમક્ષ લઇ જવા
(૨) આ કલમ નીચેની વાંધાજનક વસ્તુઓને લાગુ પડશે (ક) બનાવટી સિકકા
(ખ) ધાતુ ટોકન અધિનિયમ ૧૮૮૯નુ ઉલ્લંઘન કરીને બનાવેલા અથવા જકાત અધિનિયમ ૧૯૬૨ ની કલમ ૧૧ હેઠળ તે સમયે અમલમાં હોય એવા જાહેરનામાનુ ઉલ્લંઘન કરીને ભારતમાં લાવવામાં આવેલા ધાતુના ચકતા
(ગ) બનાવટી ચલણી નોટો બનાવટી સ્ટેમ્પ
(ઘ) બનાવટી દસ્તાવેજો
(ચ) બનાવટી સીલ
(છ) ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૨૯૨માં ઉલ્લેખેલ અશ્લીલ વસ્તુઓ (જ) ખંડો (ક) થી (છ)માં જણાવેલી વસ્તુ બનાવવા માટે ઉપયોગમાં લીધેલ સાધનો કે સામગ્રી"
Copyright©2023 - HelpLaw