ગેરકાયદે અટકાયતમાં રખાયેલ વ્યકિતઓની ઝડતી - કલમ : 97

ગેરકાયદે અટકાયતમાં રખાયેલ વ્યકિતઓની ઝડતી

કોઇ જિલ્લા મેજિસ્ટ્રેટ પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ અથવા પહેલા વગૅના મેજિસ્ટ્રેટને માનવાને કારણ હોય કે કોઇ વ્યકિતને એવા સંજોગોમાં અટકાયતમાં રાખવામાં આવેલ છે કે તે અટકાયત ગુનો બને છે તો તે ઝડતી વોરંટ કાઢી શકશે અને જેને તે વોરંટ બજાવવામાં મોકલ્યુ હોય તે વ્યકિત એ રીતે અટકાયતમાં રખાયેલ વ્યકિત બાબતમાં ઝડતી લઇ શકશે અને એવી ઝડતી વોરંટ અનુસાર લેવી જોઇશે અને તે વ્યકિત મળી આવે તો તેને તરત કોઇ મેજિસ્ટ્રેટ સમક્ષ લઇ જવી જોઇએ અને તે મેજિસ્ટ્રેટ કેસના સંજોગો જોતા ઊચિત જણાય તેવો હુકમ કરશે