બંધ જગ્યાનો હવાલો ધરાવનાર વ્યકિતઓએ ઝડતી લેવા દેવા બાબત - કલમ: 100

બંધ જગ્યાનો હવાલો ધરાવનાર વ્યકિતઓએ ઝડતી લેવા દેવા બાબત

"(૧) આ પ્રકરણ હેઠળ ઝડતી કે તપાસને પાત્ર જગ્યા બંધ હોય ત્યારે તેમા રહેનાર કે તેનો હવાલો સંભાળનાર વ્યકિતએ વોરંટનો અમલ કરતા અધીકારી કે બીજા અમલ કરનારની માંગણી ઉપરથી અને વોરંટ રજુ કરવામાં આવે ત્યારે તેને તે જગ્યામાં અડચણ વિના આવવા દેવી જોઇશે અને તેની ઝડતી લેવા માટે તમામ વાજબી સગવડ આપવી જોઇશે.

(૨) એ રીતે તે જગ્યામાં દાખલ ન થઇ શકાય તો વોરંટ બજાવનાર અધીકારી કે અન્ય વ્યકિત કલમ ૪૭ની પેટા કલમ (૨)માં જણાવેલી રીતે કાયૅવાહી કરી શકશે વસ્તુ પોતાના

(૩) જેને માટે ઝડતી લેવી પડે તેમ હોય તેવી કોઇ અંગ ઉપર છુપાવી રાખ્યાનો તે જગ્યામાં અથવા તેની આસપાસમાં હોય તે કોઇ વ્યકિત ઉપર શક જાય તો તે વ્યકિતની ઝડતી લઇ શકાશે એ વ્યકિત કોઇ સ્ત્રીઓ હોય તો પુરી સભ્યતા જાળવીને બીજી કોઇ સ્ત્રી મારફત ઝડતી લેવડાવવી જોઇશે

(૪) આ પ્રકરણ હેઠળ ઝડતી લેતા પહેલા ઝડતી લેવા જતા અધીકારી કે અન્ય વ્યકિતએ જયાં ઝડતી લેવાનુ સ્થળ આવેલુ હોય તે લતાના બે કે તેથી વધુ નિષ્પક્ષ અને આબરૂદાર રહીશોને સાક્ષિ થવા માટે અને સદરહુ લતાના એવા રહીશો ન મળે અથવા ઝડતીના સાક્ષી થવા માટે રાજી ન હોય તો બીજા કોઇ લતાના બે કે તેથી વધુ નિષ્પક્ષ અને આબરૂદાર રહીશોને ઝડતી વેળા હાજર રહી તેના સાક્ષી થવા માટે બોલવવા જોઇશે અને તેમ કરવા માટે તેમના ઉપર કે તેમાના કોઇ ઉપર તે લેખિત હુકમ કાઢી શકશે

(૫) ઝડતી તેઓની હાજરીમાં લેવી જોઇશે અને ઝડતી દરમ્યાન કબ્જે લીધેલી તમામ વસ્તુઓની અને તે જે જગ્યાએથી મળી આવી હોય તેની તે અધિકારીએ કે અન્ય વ્યકિતએ એક યાદી તૈયાર કરવી જોઇશે અને તેની ઉપર તે અન્ય સાક્ષી થનારાઓએ સહી કરવી જોઇશે પરંતુ આ કલમ હેઠળની ઝડતી સાક્ષીઓને ઝડતીના સાક્ષી તરીકે કોટૅ સમક્ષ કાઢી ખાસ બોલાવે નહીં તો તેમને કોટૅમાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં

(૬) જેની ઝડતી લેવામાં આવે તે જગ્યાનો ભોગવટો કરનાર ને અથવા તેના વતી કોઇ વ્યકિતને દરેક પ્રસંગે ઝડતી દરમ્યાન હાજર રહેવા દેવામાં આવશે અને આ કલમ હેઠળ તૈયાર કરેલી અને સદરહુ સાક્ષી થનારાઓની સહીવાળી યાદીની એક નકલ તેને કે તે વ્યકિતને આપવી જોઇશે

(૭) પેટા કલમ (૩) હેઠળ કોઇ વ્યકિતની ઝડતી લેવામાં આવે ત્યારે કબ્જે લિધેલી તમામ વસ્તુઓની એક યાદી તૈયાર કરવી જોઇશે અને તે વ્યકિતને તેની એક નકલ આપવી જોઇશે

(૮) જે વ્યકિતને આ કલમ હેઠળ ઝડતીમાં હાજર રહીને સાક્ષી થવા માટે તેને આપેલા કે ધરેલા લેખિત હુકમથી બોલાવવામાં આવે અને તે વાજબી કારણ વિના તેમ કરવામાં બેદરકાર રહે તો તેણે ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૧૮૭ હેઠળ ગુનો કર્યો ગણાશે"