હકુમતની બહાર ઝડતી લેતા મળી આવેલી વસ્તુઓનો નિકાલ - કલમ : 101

હકુમતની બહાર ઝડતી લેતા મળી આવેલી વસ્તુઓનો નિકાલ

ઝડતી વોરંટ કાઢનાર કોટૅની સ્થાનિક હકુમતની બહાર કોઇ જગ્યાએ ઝડતી વોરંટ બજાવવા જે વસ્તુઓ માટે ઝડતી લેવાની હોય તેમાંની કોઇ વસ્તુ મળી આવે ત્યારે તે વસ્તુઓ આ અધિનિયમમાં હવે પછી કરેલી જોગવાઇઓ હેઠળ તૈયાર યાદી સહિત વોરંટ કાઢનાર કોટૅ સમક્ષ તરત લઇ જવી જોઇએ પરંતુ તે જગ્યામાં હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટ કોટૅ કરતા નજીક હોય ત્યારે તે યાદી અને વસ્તુઓ તે મેજિસ્ટ્રેટ સમક્ષ પરત લઇ જવી જોઇશે અને જો એથી વિરૂધ્ધ કારણ ન હોય તો તે વસ્તુઓ અને યાદી તે કોટૅ પાસે લઇ જવાનો અધીકાર આપતો યોગ્ય હુકમ કરવો જોઇશે.