કેટલોક માલ કબ્જે લેવાની પોલીસની સતા - કલમ: 102

કેટલોક માલ કબ્જે લેવાની પોલીસની સતા

"(૧) ચોરી હોવાનુ કહેવાતો અથવા ચોરેલો હોવાનો શક પડતો હોય તેવો અથવા કોઇ ગુનો થયાનો શક પેદા થાય એવો સંજોગોમાં મળી આવેલો કોઇ માલ કોઇ પણ પોલીસ અધિકારી કબ્જે લઇ શકશે

(૨) એ પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની નીચે હોય તો તેણે માલ કબ્જે લીધાનો રિપોર્ટ તે અધિકારીને તરત કરવો જોઈશે

(૩) પેટા કલમ (૧) હેઠળ કામ કરતા દરેક પોલીસ અધિકારીએ હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટને કબજે લિધેાનો તાબડતોબ રીપોટૅ કરવો જોઇશે અને કબજે લિધેલી મિલકત એવી હોય કે તે સુગમતાથી કોટૅમાં ખસેડી શકાત તેવી ન હોય અથવા કે જયા આવી મિલકતની કસ્ટડી સલામત યોગ્ય રીતે રાખવામાં આવેલી હોય અથવા જયા કોઇ મિલકત સતત પોલીસના કબજામાં તપાસની દષ્ટિએ રાખવી જરૂરી ન હોય ત્યારે તે તેનો હવાલો જે કોઇ પણ વ્યકિત તે મિલકત કોટૅ સમક્ષ જરૂર પડે તેમ અને ત્યારે રજુ કરવાની અને તેનો નિકાલ કરવા સબંધી કોટૅના બીજા હુકમોનો અમલ કરવાની બાયંધરી આપતો મુચરકો કરી આપે એટલે તે વ્યકિતને આપી શકાશે જોગવાઇ કરવામાં આવે છે કે જયાં પેટા કલમ

(૧) ની મિલકત કબજે કરાઇ હોય કે જે ઝડપી અને કુદરતી નાશવંત હોય અને જે વ્યકિત આવી મિલકતનો કબ્જો મેળવવા હકદાર છે તે જાણી શકાયુ ન હોય અથવા તો હાજર ન હોય અને તેવી મિલકતની કિંમત રૂ.૫૦૦/- (રૂપીયા પાંચસો) કરતા ઓછી હોય ત્યારે પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ કલમ – ૪૫૭ અને ૪૫૮ અન્વયે તેવી મિલકત જાહેર હરાજીથી શકય તેટલો વ્યવહારૂ માગૅ લઇ વેચી શકાશે અને તે મિલકતના વેચાણ સંદભૅ લાગુ નહીં પડે"