મિલકત ખાલસા કરવા અંગે નોટિસ - કલમ : 105જ

મિલકત ખાલસા કરવા અંગે નોટિસ

"(૧) કલમ ૧૦૫-ઘ હેઠળ કરવામાં આવેલી તપાસ પોલીસ તપાસ કે મોજણીના પરિણામે અદાલતને એવુ માનવા કારણ હોય કે તમામ અથવા તે પૈકીની કોઇ મિલકત ગુન્હાની ઊપજ છે તો આવી વ્યકિતને (હવે પછી અસર પામનાર વ્યકિત તરીકે ઉલ્લેખવામાં આવેલ છે) નિર્દિષ્ટ કયૅ મુજબ ત્રીસ દિવસની અંદર આવક કમાણી કે અસકયામતનુ પ્રાપ્તિસ્થાન દશૅાવવા કે જે દ્રારા અથવા જે સાધનો દ્રારા આવી મિલકત તેણે મેળવી હોય તથા પુરાવા કે જેના પર તે આધાર રાખતા હોય અથવા અન્ય પ્રસ્તુત માહિતી તથા વિગતો આપવા નોટિસ કરશે કે શા કારણે તમામ અથવા યથાપ્રસંગે તે પૈકીની કોઇ મિલકત ગુન્હાની ઊપજ હોવાની જાહેર ન કરવી તથા કેન્દ્ર સરકાર ખાતે ખાલસા ન કરવી

(૨) પેટા કલમ (૧) હેઠળ કોઇ વ્યકિતને કરવામં આવેલી કોઇ નોટીસમાં આવી વ્યકિત કોઇ અન્ય વ્યકિત વતી મિલકત ધરાવે છે તેવો નિર્દેશ આપવામાં આવ્યો હોય ત્યારે આવી અન્ય વ્યકિતને પણ નોટિસની નકલની બજવણી કરવામાં આવશે"