
વ્યાખ્યાઓ
"સંદભૅથી અન્યથા હોય તે સિવાય આ પ્રકરણમાં
(ક) કરાર કરનાર રાજય એટલે ભારત બહારનો કોઇ દેશ અથવા સ્થળ કે જેની સાથે કેન્દ્ર સરકારે તે દેશની સરકાર સાથે કરાર દ્રારા કે અન્ય પ્રકારે વ્યવસ્થા કરી હોય
(ખ) ઓળખ માં ગુન્હો કરવામાં ઉપયોગમાં લીધેલી અથવા તેમાંથી પ્રાપ્ત કરેલી મિલકતની સાબિતી સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે
(ગ) ગુન્હાની ઊપજ એટલે ગુન્હાહિત પ્રવૃતિ (ચલણની હેરાફેરી સંડોવતા ગુનહા સહિત)ના પરિણામરૂપે કોઇ વ્યકિતએ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પાપ્ત કરેલી કે મેળવેલી કોઇ મિલકત અથવા મિલકતની કિંમત
(ઘ) મિલકત એટલે તમામ વણૅનની ભૌતિક કે અભૌતિક સ્થાવર કે જંગમ મુતૅ કે અમુતૅ મિલકત તથા અસકયામત તથા ગુન્હાથી પ્રાપ્ત કરેલી અથવા મેળવેલી આવી મિલકત કે અસકયામતની માલિકી કે તેમા હિત દશૅાવતુ ખત અથવા લેખ અથવા ગુન્હાની ઉપર દ્રારા પ્રાપ્ત કરેલી મિલકતનો સમાવેશ થાય છે (ચ) શોધવુ એટલે મિલકતનો પ્રકાર પ્રાપ્તિ સ્થાન નિકાલ હેરાફેરી માલિકી હકક કે માલિકી અંગે નિણૅય કરવો"
Copyright©2023 - HelpLaw