
ખાલસા કરવાના બદલે દંડ
"(૧) કલમ ૧૦૫-ઝ હેઠળ અદાલત એવી ઘોષણા કરે કે કોઇ મિલકત કેન્દ્ર સરકારના ખાતે ખાલસા કરવામાં આવી છે તથા આદાલતને સંતોષ થાય તે મુજબ આવી મિલકતનો કેટલોક ભાગ હોય કે જેનુ ઉદગમસ્થાન સાબિત થયુ હોય ત્યારે તે આવા હિસ્સાની બજારકિંમત મુજબનો દંડ ખાલસા કરવાના બદલે અસર પામનાર વ્યકિત ભરી આપે તેવો વિકલ્પ આપતો આદેશ કરી શકશે
(૨) પેટા કલમ (૧) હેઠળ દંડ કરવામાં આવતો આદેશ કરવામાં આવે તે પહેલા અસર પામનાર વ્યકિતને સાંભળવા માટેની વાજબી તક આપવામાં આવશે
(૩) પેટા કલમ (૧) હેઠળ ભરવાપાત્ર દંડ અદાલતે આ અંગે જે સમયમયૅાદા આપી હોય તેમા અસર પામનાર વ્યકિત ભરી આપે તો કલમ ૧૦૫-ઝ હેઠળ કરવામાં આવેલ ખાલસા કરવાની ઘોષણા આદેશ દ્રારા અદાલત પાછી ખેંચશે તથા તેમ તથા આવી મિલકત મુકત થશે"
Copyright©2023 - HelpLaw