કેટલાંક કિસ્સાઓમાં મિલકત ખાલસા કરવી - કલમ : 105 ઝ

કેટલાંક કિસ્સાઓમાં મિલકત ખાલસા કરવી

"(૧) કલમ ૧૦૫-ઝ હેઠળ કાઢવામાં આવેલી કારણદશૅક નોટીશનો કોઇ ખુલાસો હોય તો તે તથા તેની (અદાલતની) પાસે જે સામગ્રી ઉપલબ્ધ હોય તે તથા અસર પામનાર વ્યકિતને (તથા નોટિસમાં દશૅાવેલી મિલકત અસર પામનાર વ્યકિત અન્ય કોઇ વ્યકિત વતી ધરાવતી હોય ત્યારે તેવી અન્ય વ્યકતિને પણ) સાંભળવાની યોગ્ય તક આપ્યા બાદ આદેશ કરીને અદાલત એવો નિષ્કષૅ આપશે કે વિવાદમાં હોય તેવી તમામ અથવા તે પૈકીની કોઇ મિલકત ગુન્હાની ઊપજ છે કે કેમ ?

પરંતુ અસર પામનાર વ્યકિત (તથા નોટીશમાં દશૅાવેલી મિલકત અસર પમનાર વ્યકિત અન્ય કોઇ વ્યકિત વતી ધરાવતી હોય ત્યારે તેવી અન્ય વ્યકિત પણ) અદાલત સમક્ષ ઉપસ્થિત ન થાય અથવા કારણદશૅક નોટીશમાં દશૅાવવામાં આવેલા ત્રીસ દિવસના સમયગાળામાં પોતાનો કેસ રજુ ન કરે તો અદાલત આ પેટા કલમ હેઠળ તેની પાસે ઉપલબ્ધ હોય તેવા પુરાવાના આધાર પર એકતરફી નિષ્કષૅ આપવાની કાયૅવાહી કરશે

(૨) જયારે અદાલતને સંતોષ થાય કે કારણદશૅક નોટીશમાં દશૅાવેલી કેટલીક મિલકત ગુન્હાની ઉપજ છે પરંતુ આવી મિલકતની ઓળખ સ્પષ્ટ કરવી શકય ન હોય ત્યારે અદાલત માટે તે કાનુનોચિત ગણાશે કે તેના ઉત્તમ નિણૅય મુજબ ચોકકસ મિલકત ગુન્હાની ઊપજ હોવાની ઠરાવે તથા પેટા કલમ (૧) હેઠળ તેનો નિષ્કષૅ નોંધશે

(૩) આ કલમ અન્વયે અદાલત જયારે એવો નિષ્કષૅ આપે કે કોઇ મિલકત ગુન્હાની ઊપજ છે (ત્યારે) આવી મિલકત તમામ બોજાથી મુકિત કેન્દ્ર સરકાર ખાતે ખાલસા થશે

(૪) આ કલમ હેઠળ કોઇ કંપનીના શેસૅ કેન્દ્ર સરકાર ખાતે ખાલસા કરવામાં આવે ત્યારે કંપની અધિનિયમ ૧૯૫૬ (સને ૧૯૫૬નો અધિનિયમ-૧) માં અથવા કંપનીના આટીકલ ઓફ એસોસીએશનમાં કોઇ પણ પ્રબંધ હોય તો પણ કંપનીના આવા શેર માટે કેન્દ્ર સરકારની તત્કાળ નોંધણી કરશે"