કામગીરી હુકમો સબંધી અરસપરસ વ્યવસ્થા
કલમ-૬૮ના પ્રબંધો આવા સમન્સ સબંધમાં લાગુ પડશે
ભારત બહારના કોઇ દેશ અથવા સ્થળ કે જેની સાથે ફોજદારી કામ બાબતે કેન્દ્ર સરકારે આવા દેશ કે સ્થળની સરકાર (હવે પછી આ કલમમાં કરાર કરનાર દેશ તરીકે ઉલ્લેખેલ છે) સાથે સમન્સ અથવા વોરંટની બજવણી તથા અમલ માટે વ્યવસ્થા કરી હોય ત્યારે આવો સમન્સ અથવા વોરન્ટ નિયત ફોમૅમાં બે નકલમાં અવી અદાલત જજ કે મેજિસ્ટ્રેટને મોકલશે તથા કેન્દ્ર સરકાર જોહેરનામાંથી નિર્દિષ્ટ કરે તે તંત્રને રવાના કરવા મોકલશે
(૨) સદરહુ રાજયક્ષેત્રો બહારના ભારતમાના કોઇ પણ રાજય કે કોઇ વિસ્તારમાંની કોઇ કોટૅ કાઢેલ
(ક) કોઇ આરોપી ઉપરનો સમન્સ અથવા
(ખ) કોઇ આરોપીને પકડવા માટેનુ વોરંટ અથવા
(ગ) કોઇ વ્યકિતએ હાજર થઇને દસ્તાવેજ કે વસ્તુ રજુ કરવા અથવા માત્ર રજુ કરવા ફરમાવતો સમન્સ અથવા
(ઘ) ઝડતી વોરંટ પ્રપ્ત થાય કે જે કામગીરી હુકમો સબંધી અરસપરસ વ્યવસ્થા
(૧) સદરહુ રાજયક્ષેત્રની બહાર ભારતના કોઇ રાજય અથવા વિસ્તારની અદાલતે અથવા
(૨) કરાર કરનાર દેશની અદાલત જજ કે મેજિસ્ટ્રેટે કાઢેલ હોય ત્યારે જાણે સદરહુ વિસ્તારની અન્ય અદાલત દ્રારા તેની સ્થાનિક હકુમતમાં બજવણી અથવા અમલ કરવા માટે મોકલવામાં આવેલ સમન્સ કે વોરન્ટ હોય તે મુજબની તેની બજવણી કે અમલ કરાવશે તથા જયારે
(૧) ધરપકડ વોરન્ટની બજવણીથી વ્યકિતની ધરપકડ કરવામાં આવી હોય ત્યારે શકય હોય ત્યાં સુધી કલમ ૮૦ તથા કલમ ૮૧ હેઠળ નિયત કરવામાં આવેલ કાયૅરીતી અનુસરીને કામ લેવામાં આવશે
(૨) જડતી વોરન્ટનો અમલ કરવામાં આવ્યો હોય ત્યારે જડતીમાં મળી આવેલ વસ્તુઓ અંગે કલમ ૧૦૧ હેઠળ નિયત કરવામાં આવેલ કાયૅરીતિ અનુસરીને કામ લેવામાં આવશે પરંતુ કરાર કરનાર દેશ દ્રારા મોકલવામાં આવેલ સમન્સ અથવા જડતી વોરન્ટની બજવણીમાં કરવામાં આવી હોય ત્યારે દસ્તાવેજ અથવા વસ્તુ અથવા જડતીમાં મળી આવેલ વસ્તુઓ કેન્દ્ર સરકાર આ અંગે જાહેરનામાથી નિદિષ્ટ કરે તેવા તંત્ર મારફત સમન્સ અથવા જડતી વોરન્ટ કાઢનાર કોટૅને મોકલી આપવામાં આવશે"
Copyright©2023 - HelpLaw