
મિલકતની જપ્તી અથવા કરવાના આદેશ અંગે સહાય
"(૧) જયારે ભારત માહેની કોઇ અદાલતને એવુ માનવા માટે વાજબી કારણ હોય કે કોઇ વ્યકિતએ કોઇ મિલકત ગુન્હો થવા પામ્યો હોય તેમાંથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પ્રાપ્ત કરેલી છે અથવા મેળવેલી છે ત્યારે કલમ ૧૦૫-ઘ થી ૧૦૫-ઠ (બન્ને સહિત) ના પ્રબંધો હેઠળ તેને યોગ્ય જણાય તે મુજબ આવી મિલકત જપ્ત અથવા ખાલસા કરવાનો આદેશ તે અદાલત કરી શકશે
(૨) જયારે પેટા કલમ (૧) હેઠળ જપ્તી અથવા ખાલસા કરવા માટેનો આદેશ અદાલતે કર્યો હોય તથા આવી મિલકત કરાર કરનાર રાજયની હદમાં હોવાની શંકા હોય ત્યારે અદાલત કરાર કરનાર રાજયની અદાલત અથવા તંત્રને આવા આદેશનાં અમલ માટે વિનંતિપત્ર મોકલી શકશે
(૩) કરાર કરનાર રાજયમાં ગુન્હો કરીને કોઇ વ્યકિતએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રાપ્ત કરેલી કે મેળવેલી મિલકત ભારતમાં હોય ત્યારે જપ્તી અથવા ખાલસા કરવા માટે વિનંતિ કરતો વિનંતિપત્ર કરાર કરનાર રાજયની અદાલત અથવા તંત્ર દ્વારા કેન્દ્ર સરકારને પ્રાપ્ત થાય ત્યારે તત્સમયે અમલમાં હોય તેવા કાનુન અનુસાર અથવા યથાપ્રસંગે કલમ ૧૦૫-ઘ થી કલમ ૧૦૫-ઠ (બન્ને સહિત હેઠળ અમલ કરવા માટે કેન્દ્ર સરકાર તેને યોગ્ય જણાય તે મુજબ આવો વિનંતિપત્ર અદાલતને અમલ કરવા માટે મોકલશે"
Copyright©2023 - HelpLaw