
ગુરકાનુની રીતે પ્રાપ્ત કરેલી મિલકતની ઓળખ
"( ૧) કલમ ૧૦૫-ગની પેટા કલમ (૧) અન્વયે અથવા પેટા કલમ (૩) અન્વયે વિનંતિપત્ર પ્રાપ્ત થતા અદાલત પોલીસ સબ ઇન્સ્પેકટરથી નીચેના દરજજાના નહિ તેવા કોઇ પણ પોલીસ અધિકારીને આવી મિલકતની શોધ અથવા ઓળખ માટે આવશ્યક એવા તમામ પગલા લેવા નિર્દેશ આપશે
(૨) પેટા કલમ (૧)માં ઉલ્લેખવામાં આવેલા પગલામાં કોઇ પણ વ્યકિત સ્થળ મિલકત અસકયામત દસ્તાવેજ કોઇ બેંક અથવા જાહેર નાણાકીય સંસ્થાના હિસાબી ચોપડા અથવા અન્ય કોઇપણ પ્રસ્તુત બાબતોને લગતી કોઇ પણ તપાસ પોલીસ તપાસ અથવા મોજણીનો સમાવેશ થાય છે.
(૩) પેટા કલમ (૨) હેઠળ ઉલ્લેખવામાં આવેલ કોઇ તપાસ પોલીસ તપાસ અથવા મોજણી એ માટે તે અદાલતો જે નિર્દેશ આપ્યા હોય તે મુજબ પેટા કલમ (૧)માં દશૅાવેલ અધિકારી કરશે"
Copyright©2023 - HelpLaw