મિલકતની જપ્તી અથવા જપ્ત કરવી - કલમ : 105 ચ

મિલકતની જપ્તી અથવા જપ્ત કરવી

"(૧) કલમ ૧૦૫-ઘ હેઠળ તપાસ અથવા પોલીસ તપાસ કરતા અધિકારીને જયારે એવુ માનવા કારણ હોય કે કોઇ મિલકત કે જે અંગે આવી તપાસ અથવા પોલીસ તપાસ કરવામાં આવી રહી હોય તે (મિલકત) છુપાવવામાં અથવા તબદીલ કરી દેવામાં આવે અથવા આવી મિલકતનો નિકાલ થાય તેવો કોઇ વ્યવહાર કરવામાં આવે તેમ છે તો તે આવી મિલકત જપ્ત કરવા માટેનો આદેશ કરી શકશે તથા જયારે આવી મિલકત જપ્ત કરવાનુ વ્યવહારિક રીતે શકય ન હોય ત્યારે તે જપ્તીનો આદેશ કરી શકશે કે આવો આદેશ કરનાર અધિકારીની પૂવૅમંજુરી વગર તે મિલકત તબદીલ કરવામાં ન આવે કે અન્ય કોઇ વ્યવહાર કરવામાં ન આવે કે અન્ય કોઇ વ્યવહાર કરવામાં ન આવે તથા સબંધિત વ્યકિતને આવા આદેશની બજવણી કરવામાં આવશે

(૨) પેટા કલમ (૧) હેઠળ કરવામાં આવેલો આદેશ અસરકાર ગણાશે નહિ સિવાય કે તે કરવામાં આવ્યાના ત્રીસ દિવસની અંદર તે અદાલતના આદેશથી તેવો આદેશ બહાલ રાખવામાં આવે"