આ પ્રકરણ હેઠળ જપ્ત કરવામાં કે ખાલસા કરવામાં આવેલી મિલકતની વ્યવસ્થા - કલમ : 105 છ

આ પ્રકરણ હેઠળ જપ્ત કરવામાં કે ખાલસા કરવામાં આવેલી મિલકતની વ્યવસ્થા

"૧) આવી મિલકતના વહીવટ તરીકેના કાર્યો બજાવવા માટે અદાલત જે વિસ્તારમાં મિલકત અવી હોય તેના (વિસ્તારના) ડિસ્ટ્રિકટ મેજીસ્ટ્રેટ અથવા ડિસ્ટ્રિક મેજીસ્ટ્રેટ દ્રારા નિમવામં આવતા કોઇ અન્ય અધિકારીને નીમશે

(૨) પેટા કલમ (૧) હેઠળ નીમવામાં આવેલા વહીવટદાર કેન્દ્ર સરકાર નિર્દિષ્ટ કરે તેવી પદ્ધતિ તથા શરતોને આધીન જે મિલકત સબંધે કલમ ૧૦૫-ચની પેટા કલમ (૧) અથવા કલમ ૧૦૫-ઝ હેઠળ આદેશ કરવામાં આવ્યો હોય તે (મિલકત) સંભાળશે તથા વ્યવસ્થા કરશે

(૩) કેન્દ્ર સરકારના ખાતે ખાલસા કરવામાં આવેલી મિલકતના નિકાલ માટે કેન્દ્ર સરકાર નિર્દેશ આપે તે મુજબના તમામ પગલા વહીવટદાર લેશે"