વ્યકિતઓની અદલાબદલી પ્રાપ્ત કરવા સહાય - કલમ : 105 ખ

વ્યકિતઓની અદલાબદલી પ્રાપ્ત કરવા સહાય

"(૧) ભારતની કોઇ અદાલત ફોજદારી બાબત અંગે એવુ ઇચ્છતી હોય કે કોઇ વ્યકિતને હાજર થવા માટેનુ ધરપકડનુ અથવા કોઇ દસ્તાવેજ કે વસ્તુ રજુ કરવા માટેનુ તેણે કાઢેલુ વોરન્ટ કરાર કરનાર દેશના કોઇ સ્થળે બજવવામાં આવે તો કેન્દ્ર સરકાર આ સબંધે જાહેરનામાથી નિદિષ્ટ કરે તેવા તંત્ર મારફત આવુ વોરન્ટ નિયત નમુનામાં આવી અદાલત ન્યાયાધીશ કે મેજીસ્ટ્રેટને મોકલશે તથા તે અદાલત ન્યાયાધીશ કે મેજીસ્ટ્રેટ યથાપ્રસંગે તેનો (વોરન્ટનો) અમલ કરાવશે

(૨) આ સંહિતામાં ગમે તે પ્રબંધ હોય તેમ છતા જો કોઇ ગુન્હાની પોલીસ અથવા તપાસ દરમ્યાન તપાસનીશ અધિકારી દ્વારા અથવા તપાસનીશ અધિકારીથી હોદાની રૂએ ઉપરના અધિકારી દ્વારા અરજી કરવામાં આવે કે આવી પોલીસ તપાસ અથવા તપાસ સબંધમાં કરાર કરનાર રાજયના કોઇ સ્થળે હોય તેવી વ્યકિતની હાજરીની અવશ્યકતા છે તથા અદાલતને સંતોષ થાય કે આવી હાજરી આવશ્યકત છે તો આ અંગે કેન્દ્ર સરકાર જાહેરનામાથી નિર્દિષ્ટ કરે તેવા નમુના મુજબ બે પ્રતમાં આવી વ્યકિત સામે સમન્સ અથવા વોરંટ આવી અદાલત ન્યાયાધીશ કે મેજીસ્ટ્રેટને તેની બજવણી અથવા અપીલ કરવા માટે મોકલશે

(૩) જયારે કરાર કરનાર કોઇ દેશની કોઇ અદાલત ન્યાયાધીશ કે મેજીસ્ટ્રેટ દ્રારા તેની અદાલત અથવા તપાસ કરનાર માધ્યમ સમક્ષ કોઇ વ્યકિતને હાજર થવા માટેનુ ધરપકડનુ અથવા હાજર થઇને કોઇ દસ્તાવેજ અથવા વસ્તુ રજુ કરવા માટેનુ વોરન્ટ ભારતની કોઇ અદાલતને ફોજદારી બાબત સબંધમાં ભારત માહેની કોઇ અદાલત દ્રારા તેની સ્થાનિક હકુમતમાં અમલ કરવા માટે મોકલવામાં આવેલ હોય તેમ અમલ કરશે.

(૪) જયારે પેટા કલમ (૩) અનુસાર કોઇ વ્યકિતને કરાર કરનાર રાજયમાં તબદીલ કરવામાં આવે તે ભારતમાં કેદી હોય ત્યારે ભારત માહેની અદાલત અથવા કેન્દ્ર સરકાર તે અદાલત કે કેન્દ્ર સરકારને યોગ્ય જણાય તેવી શરતો લાદી શકશે

(૫) જયારે પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨) અનુસાર ભારતમાં તબદીલ કરવામાં આવેલ કોઇ વ્યકિત કરાર કરનાર રાજયમાં કેદી હોય ત્યારે જે શરતો હેઠળ તે કેદીને ભારતમાં તબદીલ કરવામાં આવેલ હોય તેનુ પાલન થયુ છે તેની ખાતરી ભારત માહેની અદાલત રાખશે તથા કેન્દ્ર સરકાર લેખિત નિર્દેશ આપે તેવી શરતો મુજબના હવાલામાં તેને રાખવામાં આવશે"