
ગુનો સાબિત થયે સુલેહ જાળવવા માટેની જામીનગીરી
"(૧) સેશન્સ કોટૅ કે પ્રથમ વગૅના મેજિસ્ટ્રેટની કોટૅ પેટા કલમ (૨)માં નિર્દિષ્ટ કરેલ કોઇ ગુના માટે અથવા એવા ગુનાનુ દુપ્રેરણ કરવા માટે કોઇ વ્યકિતને દોષિત ઠરાવે અને તેનો અભિપ્રાય એવો થાય કે સુલેહ જાળવવા માટે તે વ્યકિત પાસેથી જામીનગીરી લેવી જરૂરી છે ત્યારે કોટૅ તે વ્યકિતને સજા કરતી વખતે પોતાને યોગ્ય લાગે તેવી વધુમાં વધુ ત્રણ વષૅ સુધીની મુદત દરમ્યાન સુલેહ જાળવવા માટે જામીનો સહિતનો કે વિનાનો મુચરકો કરી આપવા માટે તેને હુકમ કરી શકશે
(૨) પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ ગુનાઓ નીચે પ્રમાણે છે
(ક) ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૧૫૩-ક કે કલમ ૧૫૩-ખ કે કલમ ૧૫૪ હેઠળ શિક્ષા ને પાત્ર ગુના સિવાયનો તેના પ્રકરણ ૮ હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુનો
(ખ) હુમલો કરવાનો કે ગુનાહિત બળ વાપરવાનો કે બગાડ કરવાનો ગુનો અથવા તેમાના કોઇનો જેમા સમાવેશ થતો હોય તે ગુનો
(ગ) ગુનાહિત ધમકીનો કોઇ પણ ગુનો
(ઘ) સુલેહનો ભંગ થયેલ હોય તેવો અથવા થાય તેવા ઇરાદાથી કરેલો અથવા થવાનો સંભવ હોવાનુ જાણીને બીજો કોઇ પણ ગુનો
(૩) અપીલમાં કે બીજી રીતે ગુના સાબિતીનો હુકમ રદ કરવામં આવે તો એ રીતે આપેલો મુચરકો ફોક થશે
(૪) કોઇ અપીલ કોટૅ અથવા ફેરતપાસનો અધીકાર વાપરતી કોટૅ પણ આ કલમ હેઠળનો ગુનો કરી શકશે"
Copyright©2023 - HelpLaw