બીજા કિસ્સાઓમાં સુલેહ જાળવવા માટેની જામીનગીરી - કલમ : 107

બીજા કિસ્સાઓમાં સુલેહ જાળવવા માટેની જામીનગીરી

"(૧) કોઇ વ્યકિત સુલેહનો ભંગ કરે અથવા જાહેર સુલેહ શાંતિમાં ખલેલ પહોચાડે એવો અથવા જેનાથી કદાચ સુલેહનો ભંગ થાય અથવા જાહેર સુલેહશાંતિમાં ખલેલ પહોચે તેવુ ગેરકાયદે કૃત્ય કરે એવો સંભવ હોવાની માહિતી કોઇ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટને મળે અને પોતાનો અભિપ્રાય એવો થાય કે કાયૅવાહી કરવાનુ પુરતુ કારણ છે તો તેને યોગ્ય લાગે તે વધુમાં વધુ એક વષૅ સુધીની મુદત દરમ્યાન સુલેહ જાળવવા માટે જામીન સહિતનો કે તે વિનાનો મુચરકો કરી આપવાનો તેનો હુકમ શા માટે ન કરવો તેનુ કારણ દશૅાવવા તે વ્યકિતને આમા હવે પછી જોગવાઇ કરેલી રીતે ફરમાવી શકશે

(૨) જેની સ્થાનિક હકુમતની અંદર સુલેહનો ભંગ અથવા અશાંતિ થવાનો ભય હોય તેવુ સ્થલ આવેલુ હોય અથવા તે હદની બહાર સુલેહનો ભંગ કરે અથવા જાહેર સુલેહ શાંતિમાં ખલેલ પહોચાડે એવુ અથવા ઉપયુકત પ્રકારનુ ગેરકાયદે કૃત્ય કરે એવો સંભવ હોય તેવી વ્યકિત જેની સ્થાનિક હકુમતની અંદર હાજર હોય તે એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ આ કલમ હેઠળની કાયૅવાહી કરી શકાશે"