રાજદ્રોહી બાબતોનો પ્રચાર કરનાર વ્યકિતઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી
"(૧) એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટને એવી માહિતી મળે કે પોતાની સ્થાનિક હકુમતની અંદર કોઇ વ્યકિત તેવી હકુમતની અંદર કે બહાર નીચે પ્રમાણે કરે છે અને જો મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે કાયૅવાહી કરવા માટે પુરતુ કારણ છે તો તે મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તે વધુમાં વધુ એક વષૅ સુધીની મુદત દરમ્યાન તેના સારા વતૅન માટે જામીન સહિતનો કે તે વિનાનો મુચરકો આપવાનો તેને શા માટે હુકમ ન કરવો તેનુ કારણ દશૅાવવા તે વ્યકિતને આમા હવે પછી ઠરાવ્યા પ્રમાણે ફરમાવી શકશે (એ) બોલીને કે લખીને બીજી કોઇ રીતે નીચેની કોઇ બાબત ઇરાદાપુવૅક ફેલાવે છે કે ફેલાવવાની કોશિષ કરે છે અથવા કોઇ પ્રકારે દમ્પ્રેરણ કરે છે
(ક) જેનુ પ્રકાશન ભારતના ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ની કલમ ૧૨૪-ક કે કલમ ૧૫૩-ક કે કલમ ૧૫૩-ખ કે કલમ ૨૯૫-ક હેઠળ શિક્ષાને પાત્ર હોય તે બાબત અથવા
(ખ) પોતાની સરકારી ફરજ બજાવતા કે બજાવતા હોવાનુ અભિપ્રેત હોય તેવા કોઇ ન્યાયાધીશને લગતી ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ ગુનાહિત ધમકી કે બદનક્ષી થાય તે બાબત (બી) ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૨૯૨માં ઉલ્લેખેલ હોય એવી અશ્લીલ વસ્તુ બનાવે છે ઉત્પાદિત કરે છે પ્રકાશિત કરે છે અથવા વેચાણ માટે રાખે છે તેની આયાત નિકાસ હેરફેર કે વેચાણ કરે છે.
(૨) પ્રેસ અને પુસ્તક રજીસ્ટ્રેશન અધિનિયમ ૧૮૬૭ હેઠળ નોંધાયેલ અને તેમા દશૅાવેલા નિયમો અનુસાર લખાયેલા છપાયેલા અને પ્રકાશિત થતા કોઇ પ્રકાશનના તંત્રી માલિક મુદ્રક કે પ્રકાશક સામે એવા પ્રકાશનમાં કોઇ બાબત હોય તે અંગે રાજય સરકારના કે તે માટે રાજય સરકારે જેને સતા આપી હોય તે અધિકારીના હુકમ સિવાય અથવા તેણે આપેલ અધીકાર અનુસાર હોય તે સિવાય આ કલમ હેઠળ કોઇ કાયૅવાહી કરી શકાશે નહીં"
Copyright©2023 - HelpLaw