એ રીતે હાજર ન હોય તે વ્યકિતને સમન્સ કે વોરંટ - કલમ: 113

એ રીતે હાજર ન હોય તે વ્યકિતને સમન્સ કે વોરંટ

"જો તે વ્યકિત કોટૅમાં હાજર ન હોય તો મેજિસ્ટ્રેટ તેને હાજર થવા ફરમાવતો સમન્સ કાઢશે અથવા તે વ્યકિત કસ્ટડીમાં હોય તો તે જેને કસ્ટડીમાં હોય તે અધિકારીને તેને કોટૅ સમક્ષ લાવવા ફરમાવતુ વોરંટ કાઢશે પરંતુ તે મેજિસ્ટ્રેટ (જેના સારાંશ ની તેણે લેખિત નોંધ કરવી જોઇશે) એવા પોલીસ અધિકારીના રિપોટૅ ઉપરથી કે બીજી માહિતી ઉપરથી જણાય કે સુલેહની ભંગ થવાનો ભય હોવાનુ કારણ છે અને તે વ્યકિતને તરત પકડયા વિના સુલેહનો ભંગ થતો અટકાવી શકાય તેમ નથી ત્યારે તે તેને પકડવા માટે કોઇ પણ સમયે વોરંટ કાઢી શકશે"