
સમન્સ કે વોરંટ સાથે હુકમની નકલ સામેલ રાખવા બાબત
કલમ ૧૧૩ હેઠળ કાઢેલા દરેક સમન્સ કે વોરંટ સાથે કલમ ૧૧ હેઠળ કરેલા હુકમની એક નકલ સામેલ રાખવામાં આવશે અને સમન્સ બજાવનારે કે વોરંટનો અમલ કરનાર અધિકારીએ તે સમન્સ જેને બજાવવામાં આવે અથવા તે વોરંટ હેઠળ જેને પકડવામાં આવે તે વ્યકિતને તે નકલ આપવી જોઇશે
Copyright©2023 - HelpLaw