માહિતી ખરી હોવા વિષે તપાસ - કલમ : 116

માહિતી ખરી હોવા વિષે તપાસ

"(૧) કોટૅમાં હાજર હોય તે વ્યકિતને કલમ ૧૧૧ હેઠળનો હુકમ કલમ ૧૧૨ મુજબ વાંચી સંભળાવવામાં કે સમજાવવામાં આવ્યો હોય અથવા કલમ ૧૧૩ હેઠળ કાઢેલા સમન્સ મુજબ કોઇ વ્યકિત કોટૅ સમક્ષ હાજર થાય અથવા તે કલમ હેઠળ કાઢેલુ વોરંટ બજાવી તેને કોટૅ સમક્ષ લાવવામાં આવે ત્યારે જેના ઉપરથી પગલુ ભરવવામાં આવ્યુ હોય તે માહિતી ખરી હોય તે વિશે મેજિસ્ટ્રેટ તપાસ અને જરૂરી જણાય એવો વધુ પુરાવો લેવાની કાયૅવાહી કરશે

(૨) એવી તપાસ શકય હોય ત્યાં સુધી સમન્સ કેસોમાં ઇન્સાફી કાયૅવાહી ચલાવવા અને પુરાવો લેવા માટે આ અધિનિયમમાં હવે પછી ઠરાવેલી રીતે કરવામાં આવશે

(૩) પેટા કલમ (૧) હેઠળની તપાસ શરૂ થયા પછી અને પુરી થતા પહેલા સુલેહનો ભંગ કે જાહેર સુલેહ શાંતિમાં ખલેલ અથવા કોઇ ગુનો થતો અટકાવવા માટે અથવા જાહેર સલામતી માટે તાત્કાલિક પગલા લેવા જરૂરી છે એમ પોતાને લાગે તો મેજિસ્ટ્રેટ તેમ કરવાના કારણોની લેખિત નોંધ કરીને જેના અંગે કલમ ૧૧૧ હેઠળ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિતને તપાસ પુરી ન થાય ત્યાં સુધી શાંતિ જાળવવા અથવા સારા વતૅન જામીન સહિતનો કે જામીન વિનાનો મુચરકો આપવા ફરમાવી શકશે અને મુચરકો આપવામાં ના આવે ત્યા સુધી અથવા તે આપવામાં કસુર થાય તો તપાસ પુરી ન થાય ત્યાં સુધી તેને કસ્ટડીમાં રાખી શકશે પરંતુ તે

(ક) કલમ ૧૦૮ કલમ ૧૦૯૫ અથવા કલમ ૧૧૦ હેઠળ જેની વિરૂધ્ધ કાયૅવાહી કરવામાં આવી ન હોય તેવી વ્યકિતને સારા વતૅન માટે મુચરકો આપવાનો આદેશ આપી શકાશે નહીં
(ખ) મુચરકાની રકમ વિશેની અથવા જામીનની જોગવાઇ કે તેમની સંખ્યા કે તેમની જવાબદારીની નાણાકીય મૉાદા વિશેની તે મુચરકારની શરતો કલમ ૧૧૧ હેઠળના હુકમમાં નિર્દિષ્ટ કરેલી શરતો કરતા વધુ ભારે હોવી જોઇશે નહીં.
(૪) આ કલમના હેતુ માટે કોઇ વ્યકિત રીઢો ગુનેગાર જામીનગીરી લીધા વિના જેને છુટો રાખવાનુ લકોક માટે જોખમકારક થાય એટલો ઝનુની અને ભયંકર માણસ હોવાની હકીકત તેની સામાન્ય આબરૂ સબંધી પુરાવાથી કે બીજી રીતે સાબિત કરી શકશે
(૫) તપાસ હેઠળની બાબતમાં બે કે વધુ વ્યકિતઓ સંકળાયેલ હોય ત્યારે મેજિસ્ટ્રેટને ન્યાયોચિત લાગે તે પ્રમાણે તેમના વિશે એક જ અથવા જુદી જુદી તપાસ કરી શકાશે 
(૬) આ કલમ હેઠળની તપાસ તે કયૅાની તારીખથી છ મહિનાની મુદતની અંદર પુરી કરવી જોઇશે અને તે તપાસ એ પ્રમાણે પુરી ન થાય તો આ પ્રકરણ હેઠળની કાયૅવાહી સદરહુ મુદત પુરી થયે ખાસ લેખિત નોંધીને મેજિસ્ટ્રેટ બીજો આદેશ ન આપે તો સમાપ્ત થયેલી ગણાશે પરંતુ કોઇ વ્યકિતને એવી તપાસ થતા દરમ્યાન અટકમાં રાખવામાં આવેલ હોય ત્યારે તે વ્યકિત સામેની કાયૅવાહી વહેલી સમાપ્ત થયેલ હોય તે સિવાય એવી રીતે અટકમાં લીધાને છ મહિનાની મુદત પુરી થયે સમાપ્ત થયેલી ગણાશે
(૭) પેટા કલમ (૬) હેઠળ કાયૅવાહી ચાલુ રાખવાની પરવાનગી આપતો કોઇ આદેશ આપવામાં આવશે ત્યારે સેશન્સ જજને નારાજ થયેલ પક્ષકારે કરેલી અરજી ઉપરથી તેને એવી ખાતરી થાય કે તેવો આદેશ કોઇ ખાસ કારણ ઉપર આધારિત ન હતો અથવા પુરાવાથી વિપરીત હતો તો તે આદેશ તે ઉઠાવી લઇ શકશે"