
જામીનગીરી આપવાનો હુકમ
"તે તપાસ ઉપરથી એવુ સાબિત થાય કે જેના વિશે તપાસ કરવામાં આવી હોય તે વ્યકિત યથાપ્રસંગ સુલેહ જાળવવા કે સારા વતૅન માટે જામીન સહિતનો કે તે વિનાનો મુચરકો કરી આપે તે જરૂરી છે તો મેજિસ્ટ્રેટ તે અનુસાર હુકમ કરશે પરંતુ
(ક) કલમ ૧૧૧ હેઠળ થયેલ હુકમમાં નિર્દિષ્ટ થયેલ જામીનગીરી કરતા જુદા પ્રકારની કે વધુ રકમની કે લાંબી મુદત માટેની જામીનગીરી આપવાનો કોઇ વ્યકિતને હુકમ કરી શકાશે નહીં
(ખ) પ્રસ્તુત કિસ્સાના સંજોગો ધ્યાનમાં લઇને દરેક મુચરકાની રકમ નકકી કરવામાં આવશે અને તે વધુ પડતી હોવી જોઇશે નહીં
(ગ) જેના વિશે તપાસ કરવામાં આવી હોય તે વ્યકિત સગીર હોય તો મુચરકો માત્ર તેના જામીનોએ આપવો જોઇશે"
Copyright©2023 - HelpLaw