ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને શરૂઆત - Section : ૧

ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને શરૂઆત

(૧) આ કાયદો ગુજરાત નશાબંધીનો કાયદો ૧૯૪૯ ના નામે ઓળખાશે.

(૨) આ કાયદો ગુજરાત રાજયના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.

(૩) આ કાયદો રાજય સરકાર જાહેરનામુ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરાવીને નકકી કરે તે તારીખે તેની ફરી રચના કરતા પહેલા ગુજરાત રાજયમાં ભેગા તમામ વિસ્તારમાં અમલી બનશે રાજયના તે વિસ્તારમાં કે જયાં ગુજરાત દારૂ નીષેધ (વિસ્તાર અને સુધારો) અધિનિયમ ૧૯૫૯ થી તે લાગુ કરેલ હશે તે આવા જાહેરનામા દ્વારા સરકાર જે તારીખ નકકી કરે તેવી બીજી તારીખથી અમલમાં આવશે. જોગવાઇ ગુજરાત સરકારે ૧૯૬૦ના આ કાયદો લાગુ કરતા હુકમથી રદ કરવામાં આવી છે.

(૪) પેટા કલમ (૩) માં નિર્દિષ્ટ કરેલ રીતે આ કાયદાની શરૂઆત વખતે કોઇપણ વિસ્તારમાં કે જયા ગુજરાત દારૂ નિષેધ (વિસ્તાર અને સુધારો) અધિનિયમ ૧૯૫૯ થી લાગુ કરેલ હશે ત્યાં આ અધિનિયમ નીચે બનાવેલ બહાર પાડેલા અથવા બનાવેલ હશે કે બહાર પાડેલા હશે તેવા સ્વરૂપની કે જેમા નિયુકત પ્રદેશોનો સમાવેશ થશે નહિ અમલમાં હોય તેવા તમામ નિયમો વિનિયમો હુકમ જાહેરનામાઓ તે વિસ્તારમાં પણ લાગુ પડશે અને અમલમાં રહેશે.