વ્યાખ્યા
આ અધિનિમમાં વિષય અથવા સંદભૅથી વિરૂધ્ધ ન હોય તો (૧) અધીકાર પત્રઃ આ કાયદા મુજબ ધાર્મિક વિધિ માટે દારૂના ઉપયોગ માટે આ કાયદાની કલમ ૪૫ મુજબ અપાયેલ અધીકારપત્ર
(૨) બાટલીમાં ભરવુઃ આ કાયદા મુજબ આ શબ્દોના અલગ અલગ અથૅ એટલે કે પીપ કે બીજા પાત્રમાંથી કોઇપણ વસ્તુ વેચાણ માટે શીશી કાચની બરણી શીશો કે બાટલો ઘડો કે બીજા પાત્રમાં ભરવી એવો થાય છે બનાવવા અંગેની કોઇ પ્રક્રિયા કરવામાં આવેલ હોય કે ન કરવામાં આવેલ હોય આ ક્રિયામાં એક શીશીમાંથી બીજી શીશી ભરવાની પ્રક્રિયાનો સમાવેશ થતો ગણાશે.
(૩) રદ કરેલ છે.
(૪) કલેકટરઃ ન આ કાયદા મુજબ તમામ સતાઓ કે તે પેટેની કોઇ સતાનો ઉપયોગ કરવા કે ન કરવામાં આવેલ હોય આ ક્રિયામાં એક શીશીમાંથી બીજી શીશી ભરવાની પ્રક્રીયાનો પણ સમાવેશ થતો ગણાશે.
(૫) નિયામકઃ
આ કાયદાની કલમ-૩ મુજબ નશાબંધી અને આબકારી નિયામક તરીકે નિમણૂક પામેલ અધીકારીને રાજય સરકાર આ કાયદા મુજબ નિયામક અંગેની તમામ સતાઓ કે તે પેટે કે કોઇ સતાની સોપણી કરી હોય તેવા અધિકારીનો સમાવે થતો ગણાશે.
(૬) સમિતિ કે બોડૅઃ
આ કાયદાની કલમ-૭ મુજબ નિમણુંક કરેલ કોઇ સમિતિ કે બોડૅનો સમાવેશ થતો ગણાશે.
(૭) દારૂનુ પીઠુઃ
આ કાયદા મુજબ જે જગ્યાએ જગ્યાનો માલીક ભોગવટેદાર વાપરનાર રાખનાર કે સંભાળનાર કે વ્યાવસ્થાપક નિયંત્રણકૉ। વ્યકિતના લાભ કે નફા અંગે તે જગ્યાનો વપરાશ કરવા અંગે કે પીવાની સવલત પુરી કરવા કે બીજી અન્ય રીતે નાણા લઇને દારૂ પીવા અંગે છુટ હોય તેવી જગ્યા અને આવી જગ્યામાં આ કાયદા મુજબ આપેલ પરવાના વિના એક કરતા વધુ માણસે દારૂ પીવા કે કોઇ નશાયુકત ઔષધ લેવા માટે કાયમી વાપરતા હોય તેવી કલબની જગ્યા કે બીજી કોઇપણ જગ્યાનો સમાવેશ થતો ગણાશે.
(૮) દેશી દારૂઃ
આ કાયદા મુજબ ભારતમાં ઉત્પદિત થતા દરેક પ્રકારના દારૂને દેશી દારૂમાં સમાવેશ થતો ગણાશે.
(૯) વાવેતરઃ
આ કાયદા મુજબ બીજમાંથી છોડ ઉગાડવો અને આવા ઉગાડેલ છોડનો ઉછેર કરતી વેળાએ તેની સંભાળ રાખી તેના રક્ષણ કરવાનો વાવેતર તરીકે સમાવેશ થતો ગણાશે.
(૧૦) વિકૃત કરવામાં આવેલઃ
આ કાયદા મુજબ માનવીના વપરાશ માટે યોગ્યતા વગરના બનાવવાના આશયથી કરેલી પ્રક્રિયા જેના પર કરવામાં આવેલ હોય તેનો સમાવેશ થતો ગણાશે. (૧૦-એ) વિકૃતિ કરેલ કેફી બનાવટઃ
આ કાયદા મુજબ વિકૃત કરેલ સ્પિરિટ કે આલ્કોહોલ કે તેવા સ્પિરિટ કે આલ્કોહોલનુ પ્રવાહી સ્વરૂપમાં બનાવટ તથા તેમાંથી બનાવેલ લીકર ફેન્ચ પોલીશ તથા વાનીસનો સમાવેશ થતો ગણાશે.
(૧૧) રદ કરેલ છેઃ
(૧૨) પીવુઃ
આ કાયદા મુજબ દારૂ પીવો કે કોઇ નશાયુકત પદાથૅ લેવા તેનો સમાવેશ થતો ગણાશે.
(૧૩) જકાતપાત્ર વસ્તુઃઆ કાયદા મુજબ
(એ) માનવીના ઉપયોગ માટે કોઇ આલ્કોહોલીક દારૂ
(બી) નશાયુકત ઔષધ કે ગાંજો – ભાંગ (સી) અફીણ
(ડી) આ કાયદા મુજબ રાજય સરકાર રાજપત્રમાં પ્રસિધ્ધ કરાવી જે વસ્તુઓને જકાતપાત્ર વસ્તુ તરીકે જાહેર કરે તેવી વસ્તુ અને બીજી ઘેન લાવે તેવા ઔષધો કે ઘેનવાળા પદાર્થોનો સમાવેશ થતો ગણાશે.
(૧૪) આબકારી વેરોઃ
આ કાયદા મુજબ ભારતીય સંવિધાનની સાતમાં પ્રકારની યાદી – ૨ ની નોંધ નં-૫૧માં ઉલ્લેખ કરવામાં આવેલ વેરાને આબકારી કે સમકારી જકાતનો સમાવેશ થતો ગણાશે.
(૧૫) આબકારી મહેસુલઃ
આ કાયદા મુજબ કે તેવા સમયે અમલી નશાયુકત વસ્તુને લગતા કાયદાની જોગવાઇ અનુસાર નાખવામાં આવેલ કોઇપણ પ્રકારની જકાત ફી અથવા કર કે સરકાર ખાતે દાખલ કરવા કે જપ્તિ કરવાના હુકમથી તેમાંથી પ્રાપ્ત થઇ શકે તેવુ મહેસુલને આબકારી મહેસુલનો સમાવેશ થતો ગણાશે.
(૧૬) નિકાસ અંગેઃ
આ કાયદા મુજબ આ જ કાયદાની કલમ-૧૪૭ વગર વેરાપાત્ર હદ વિસ્તાર વગર બીજી રીતે રાજય બહાર લઇ જવાનો સમાવેશ થતો ગણાશે.
(૧૭) વિદેશી દારૂઃ
આ કાયદા મુજબ ભારત દેશની બહારથી ઉત્પાદિત થયેલ દારૂ અને રાજય સરકાર જાહેરનામાંથી નકકી કરી તેવા દારૂમાં વિદેશી દારૂનો સમાવેશ થતો ગણાશે. (૧૮) ભાંગ – ગાંજો અંગે:
આ કાયદા મુજબ નશાયુકત ઔષધો ઉત્પદિત કરી શકાય તેવા કોઇપણ પ્રકારના દેશી – ગાંજો કે ભાંગના છોડનો સમાવેશ થતો ગણાશે.
(૧૯) હોટલ અંગેનો પરવાનોઃ
આ કાયદા મુજબ આ જ કાયદાની કલમ-૩૫(બી) મુજબ આપવામાં આવેલ પરવાનાનો સમાવેશ થતો ગણાશે. (૧૯-એ) કુટુંબ અંગેઃ
આ કાયદા મુજબ એક ઘરના વ્યકિતઓ કે સાથે રહેતા હોય અને સાથે ભોજન કરતા હોય તેના કુટુંબ તરીકે સમાવેશ થતો ગણાશે નહિ.
(૨૦) આયાત કરવા અંગેઃ
આ કાયદા મુજબ આ કાયદાની કલમ-૧૪૭ વગર જકાત ભરવા અંગેની હદ ઓળંગ્યા વગર અન્ય પ્રકારથી અંદર લાવવાનો આયાત કરવામાં સમાવેશ થતો ગણાશે.
(૨૧) વચગાળાના સમય માટેની પરમીટ:
આ કાયદા મુજબ આ જ કાયદાની કલમ-૪૭ મુજબ આપવામાં આવેલ પરમીટનો સમાવેશ થતો ગણાય છે.
(૨૨) નશાયુકત પદાથૅ અંગેઃઆ કાયદા મુજબ કોઇપણ પ્રકારનો દારૂ નશાયુકત દવા અફીણ કે રાજય સરકાર રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામાથી નશાયુકત પદાથૅ તરીકે જાહેર કરે તેનો સમાવેશ થતો ગણાશે.
(૨૩) નશાયુકત દવાઓ અંગે આ કાયદા મુજબ
(એ) દેશી ગાંજા-ભાંગના છોડના પાન નાની ડાળખીઓ ફુલ કે ફળ આવતા હોય તેવા ઉપરના ભાગો તથા તેમા ભાંગ કે ગાંજા તરીકે પ્રખ્યાત તમામ જાતોનો સમાવેશ થતો ગણાશે.
(બી) ચરસ ભાંગના છોડમાંથી કુદરતી રૂપે મેળવેલ ગુંદર અથવા ભાંગના છોડમાંથી શુધ્ધ અલગ પડેલા ગુંદરનો સમાવેશ થતો ગણાશે.
(સી) નશાયુકત દવાઓ અંગે ઉપર મુજબના દશૅાવેલ પદાથૅાનુ નકામુ વસ્તુવાળુ અથવા તે સિવાયના કોઇ મિશ્રણ કે તેમાંથી તૈયાર કરેલુ કોઇપણ પ્રકારના પીણાનો સમાવેશ થતો ગણાશે.
(ડી) કોઇપણ નશો લાવનાર કે ઘેન કરે તેવી દવા કે વસ્તુ તથા તેમાંથી બનેલી પ્રત્યેક બનાવટ કે મિશ્રણ કે જે રાજય સરકારના રાજપત્રમાં જાહેરનામાથી જાહેર કરે તેવી તમામ વસ્તુ દેવા વસ્તુની બનાવટ કે મિશ્રણનો સમાવેશ થતો ગણાશે.
(૨૪) દારૂ અંગેઃ
આ કાયદા મુજબ
(એ) સ્પિરિટ વિકૃત કરેલો સ્પિરિટ વાઇન તાડી બીયર અને આલ્કોહોલીક પ્રવાહીઓ કે આલ્કોહોલથી બનાવેલ પ્રવાહીઓનો સમાવેશ થતો ગણાશે.
(બી) રાજય સરકારના રાજપત્રમાં જાહેર કરેલ જાહેરનામા મુજબ દારૂ તરીકે જાહેર કરે તેવી બીજી કોઇપણ વસ્તુનો સમાવેશ થતો ગણાશે.
(૨૫) ઉત્પદન અંગેઃ
આ કાયદા મુજબ(એ) કુદરતી કે બીનકુદરતી પ્રક્રિયાઓથી કોઇ પ્રકારનો દારૂ કે નશાયુકત દવાઓ બનાવવામાં આવતા હોય તૈયર કરવામાં હોય ભેળવણી કરવામાં આવતા હોય ફરીવાર ગાળવાની પ્રક્રિયા કરવી કે દારૂ કે નશાયુકત દવા શુધ્ધ કરવા માટે સુંગધિત કરવા માટે કે રંગ આપવા માટેની તમામ પ્રક્રિયાનો સમાવેશ થતો ગણાશે. જેમા કયદેસર રીતે કબ્જે રાખેલ દારૂ કે નશાયુકત દવા કે તેને સુગંધિત થશે નહિ. (બી) તાડના વૃક્ષોમાંથી તાડી બનાવવાની કે કાઢવા અંગેની દરેક પ્રક્રિયાનો સમાવેશ ઉત્પાદનની વ્યાખ્યામાં થતો ગણાશે.
(૨૬) મેડીકલ બોડૅ અંગે
આ કાયદાની કલમ-૮ મુજબ રચાયેલા બોડૅનો સમાવેશ થતો ગણાશે.
(૨૭) મહુડા અંગે:
આ કાયદા મુજબ મહુડાના વૃક્ષના ફળો કે બીજનો સમાવેશ થતો ગણવામાં આવશે નહિ. (૨૮) કાકવીઃ
કાકવી એટલે જેમાં ખમીર ચડી શકે તેવી ખાંડ દ્રાવણ રૂપે અથવા તરી રૂપે હોય તેવો ગોળ અથવા ખાંડ બનાવવાના છેલ્લા તબકકે ઉત્પન્ન થયેલુ ભારે કાળા રંગનુ ચીકણુ પ્રવાહી અને તેમાં આવા પ્રવાહીના ઘન સ્વરૂપનો અને વળી એવા પ્રવાહી અથવા ઘન પ્રદાથૅનુ સ્વરૂપ વસ્તુત બદલે નહિ એવુ કોઇપણ દ્રવ્ય એવા પ્રવાહી અથવા ઘન પદાર્થમાં ઉમેરીને બનાવેલા કોઇપણ પદાથૅનો સમાવેશ થાય છે. પણ તેમાં રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને આ અધિનિયમના હેતુઓ સારૂ કાકવી નથી એમ જાહેર કરે તેવી કોઇ ચીજનો સમાવેશ થતો નથી.
(૨૯) આપોલીસ સ્ટેશનનો હવાલો ધરાવનાર અધિકારી (એ) ગ્રેટર બોમ્બેમાં પોલીસ સ્ટેશનના હવાલામાં રહેલ અધિકારી એટલે મુંબઇ નશાબંધીનો કાયદો સન – ૧૯૪૯ મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની જોગવાઇ નીચે આપવામાં આવેલ અધિકારીઓ. (બી) ફોજદારી કાયૅરીતિ અધિનિયમ-૧૯૭૩ માં ઉલ્લેખ કયૅા મુજબના પોલીસ મથકનો હવાલો ધરાવનાર અધિકારીનો સમાવેશ થતો ગણાશે
(૩૦) અફીણ અંગે:
આ કાયદા મુજબ(એ) ખસખસના ડોડા તેના અસલ રૂપમાં હોય અથવા કાપેલા છુંદેલા વાટેલા કે ભુકો કરેલા કે તેમાંથી અકૅ કાઢી લેવામાં આવ્યો હોય કે ન હોય તો પણ (બી) એવા ડોડાના આપોઆપ જામેલો અકૅ અને (સી) ઉપર જણાવેલ કોઇ પદાર્થોનુ નકામા દ્રવ્યવાળુ કે તે સિવાયનુ કોઇ મિશ્રણ પરંતુ તેમાં ૦૨ ટકા મારફીન હોય તેવી કોઇપણ પ્રકારની બનાવટનો કે હાનિકૉ દવાઓનો કાયદો ૧૯૩૦ (૨) ની કલમ-૨ માં જણાવેલ દવાનો સમાવેશ - થતો ગણાશે નહિ.
(૩૧) રદ કરેલ છેઃ
(૩૨) પરમીટ અંગેઃ
આ કાયદા મુજબ આપેલી પરવાનગી અને પરવાનગી ધારક શબ્દના અથૅનો સમાવેશ થતો ગણાશે.
(૩૩) પોલીસ થાણા અંગે
ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ ના ઉદેશો માટે પોલીસ થાણા તરીકે પોલીસ થાણા તરીકે જાહેર કરેલ કોઇપણ સ્થળનો સમાવેશ થતો ગણાશે
(૩૪) ઠરાવેલુ અંગે:
આ કાયદા મુજબ આ કાયદાના નિયમો વિનિયમો કે આદેશોની નકકી કરવામાં આવેલાનો સમાવેશ થતો ગણાશે
(૩૫) નશાબંધી અધિકારી અંગેઃઆ કાયદા મુજબ નિયામક કલેકટર કે આ કાયદા અન્વયે સતા વાપરવા કે ફરજ કે કાયૅ બજાવવા માટે નિમણૂક પામેલ કોઇ અધિકારી કે વ્યકિતનો સમાવેશ થતો ગણાશે અને જેમા જે કોઇ અધિકારી કે વ્યકિતને આવી સતા થયેલ હોય અને જેને આવા કાર્યો કરવા કે ફરજો લાદવામાં આવેલ હોય તેવા કોઇપણ અધિકારી કે વ્યકિતનો તથા સમિતિ બોડૅ કે મેડીકલ બોડૅના કોઇપણ સભ્યનો સમાવેશ થતો ગણાશે.
(૩૬) રાજય અંગેઃ
આ કાયદા મુજબ ગુજરાત રાજયના પ્રાદેશિક જળ વિસ્તારની મયૅાદામાં આવેલા સ્થળો સહિતનુ સમગ્ર ગુજરાત રાજયનો સમાવેશ થતો ગણાશે.
(૩૭) શુધ્ધિકરણ પ્રક્રિયા અંગે:
આ કાયદા મુજબ દારૂને શુધ્ધ કરવામાં આવે કે ચોખ્ખો કરવામાં આવતી દરેક પ્રક્રિયાનો સમાવેશ થતો ગણાશે.
(૩૮) નોંધણીવાળા તબીબી વ્યવસાયીઃ
આ કાયદા મુજબ તબીબી વ્યવસાયી માટે તે સમયે અમલી કાયદા મુજબ રાજયમાં કોઇપણ પ્રકારની ચિકિત્સા પધ્ધતીનો વ્યવસાય કરવાને હકકદાર હોય અને તેમાં દંતચિકિત્સા કાયદો-૧૯૪૮ (૧૬) માં જણાવેલ નોંધણી થયેલા દંત ચિકિત્સકોનો તથા મુંબઇ – પશુ ચીકિત્સકનો કાયદો – ૧૯૫૩
(૬૮) મુજબ કરાવેલ પશુ ચિકિત્સકનો સમાવેશ થતો ગણાશે.
(૩૯) વિનિયમો અંગે:
આ કાયદા મુજબ કરાયેલા વિનિયમોનો સમાવેશ થતો ગણાશે.
(૩૯-એ) સડેલા ગોળ અંગે:
આ કાયદા મુજબ શેરડીનો રસ કાઢીને કે તાડી ખજૂર કે નાળીયેરીમાંથી કાઢેલા રસને ઉકાળીને કે સાગો પામ બ્રાબપામના રસ તેના ઉપર પ્રક્રિયા કરી બનાવેલ કાકવીના ભેળવાલો કે ભેળ વિનાનો ગોળ ગુલસ જે ગરો તે તાડગોળ કે રાબ કે અન્ય પ્રકારની પેદાશ કે જે પ્રવાહી સ્વરૂપમાં કે રગડા સ્વરૂપમાં હોવા છતા તે ગંદો ખરાબ ગંદી વાસવાળો ધૃણા ઉપજાવે તેવો કે સડી ગયેલો હોવાને કારણે માણસના ઉપયોગ માટે અયોગ્ય થતો હોય અને રાસાયણિક પૃથ્થકરણ કરવામાં ઉમેરો થશે જો તેમા સમાવિષ્ટ હોય.
(૧) કેલ ખાંડ (ઇન્વટૅ ખાંડ તરીકે વ્યકત કયૅ મુજબ) ૯૦ ટકા કરતા ઓછી અને સુક્રોસ ૬૦ ટકા કરતા ઓછી અથવા
(૨) અસાધારણ બાબત જે પાણીમાં ભળી જાય ૨ ટકા કરતા વધારે હોય અથવા
(૩) કુલ રાખ ૬ ટકા કરતા વધારે હોય અથવા (૪) હાઇડ્રોકોલરિક એસિડ (એચ.સી.એલ.) દ્રારા ભળી શકે તેવી રાખ ૦.૫ ટકા કરતા વધારે હોય અથવા
(૫) મોઇસ્ચર ૧૦ ટકા કરતા વધારે હોય અથવા (૬) સલ્ફર ડાયોકસાઇડ દર મિલિયન ૭૦ ટકા કરતા વધારે
(૪૦) વેચવા અંગે:
આ કાયદા મુજબ તેના વ્યાકરણની ફેરફારીમાં નીચે મુજબનો સમાવેશ થાય છે.
(એ) કોઇપણ પોતાની જાતને અપૅણ કરવુ પછી તે કોઇ અવેજના બદલમાં હોય કે અવેજના બદલ વગર હોય
(બી) અરસ - પરસ સવલત અંગે કોઇ પુરવઠા કે વહેંચણી અંગનો અને -
(સી) કોઇ કલબ પોતાના કલબના સભ્યોને કિંમત કે કોઇપણ પ્રકારની ફી કે લવાજમ લીધા બાદ જથ્થો પૂરો કરે તેનો પરંતુ આમા જકાત વિસ્તાર બહાર નિકાસ કરવા અંગે અફીણને વેચવાનો સમાવેશ થતો ગણાશે નહી.
ખરીદવુ એ અંગઃ
આ કાયદાની ઉપરોકત વ્યાકણી રૂપાંતરનો અથૅ તે પ્રમાણેનો સમાવેશ થતો ગણાશે.
(૪૨) રદ કરેલ છેઃ
(૪૩) સ્પિરીટ અંગેઃ
આ કાયદા મુજબ આલ્કોહોલીક તથા ભઠ્ઠીમાં ગાળણ કરી પ્રાપ્ત કરેલો કોઇપણ પ્રકારનો દારૂ પછી ભલે તે વિકૃત કરેલો હોય કે વિકૃત ન કરેલ હોય તેનો સમાવેશ થતો ગણાશે.
(૪૪) મીઠી તાડી કે નીરા અંગેઃ
આ કાયદા મુજબ આથો આવતો બંધ કરવા અંગે નકકી કરેલી રીતે પાત્રોમાં નાળિયેરીનુ વૃક્ષ ખજુરીનુ વૃક્ષ કે તેવા પ્રકારનો કોઇ તાડના વૃક્ષમાંથી કાઢેલો ખમીર ચડયા વગરનો અકૅનો સમાવેશ થતો ગણાશે.
(૪૫) પ્રાદેશિક જળ વિસ્તાર અંગેઃ
આ કાયદા મુજબ રાજય સંબંધી યોગ્ય આધારભૂત રેખાની સૌથી નજદીકના પોઇન્ટની બાર દરિયાઇ માઇલ જેટલા અંતરનો આંતરિક કે સંસદે ઘડેલા કોઇ કાયદા મુજબ કે તે મુજબ નકકી કષૅ મુજબના તેવા બીજા અંતરની આંતરિક ખુલ્લા સાગરના કોઇ ભાગનો સમાવેશ થતો ગણાશે.
(૪૬) તાડી અંગે:
આ કાયદા અંગે નાળિયેલ વૃક્ષ તાડ વૃક્ષ ખજૂર વૃક્ષ કે તેવા પ્રકારના કોઇપણ વૃક્ષમાંથી કાઢેલો ખમીર ચઢેલો કે ખમીર ચડયા વિનાનો રસ અને જમાં ગળી તાડી કે નીરાનો સમાવેશ થતો ગણાશે.
(૪૭) છેદવા અંગેઃ
આ કાયદા મુજબ વૃક્ષમાંથી રસ ઝરતુ હોય તેવા હેતુ માટે વૃક્ષના કોઇ ભાગ તૈયાર કરવો કે બીજા કોઇ સાધન વાપરવાનો સમાવેશ થતો ગણાશે.
(૪૭-એ) સહેલાણી અંગેઃ
આ કાયદા મુજબ જે વ્યકિત ભારતીય નાગરિક ન હોય અને જેનો જન્મ ભારત બહાર થયો હોય ઉછરેલ હોય કે તેવા ઠેકાણે અધિવાસ કર્યો હોય પરંતુ થોડી સમય મર્યંદા માટે સહેલગાહના હેતુ માટે ભારતીય પ્રવાસે આવેલ પ્રવાસી વ્યકિતનો સમાવેશ થતો ગણાશે.
(૪૭-બી) સહેલાણીની પરમીટઃ
આ કાયદા મુજબ આ કાયદાની કલમ-૪૬ (એ) મુજબ આપવામાં આવતી પરમીટનો સમાવેશ થતો ગણાશે.
(૪૮) વેપાર અને આયાત પરવાનોઃ
આ કાયદા મુજબ આ કાયદાની કલમ-૩૩ મુજબ અપાયેલ પરવાનાનો સમાવેશ થતો ગણાશે.
(૪૯) હેરફેર અંગેઃ
આ કાયદા મુજબ રાજયના અંદરના ભાગેમાં એક સ્થળેથી બીજા સ્થળેથી બીજા સ્થળે લઇ જવાનો સમાવેશ થતો ગણાશે.
(૫૦) વેચનારનો પરવાનોઃ
આ કાયદા મુજબ કલમ-૩૪ મુજબ આપવામાં આવેલ પરવાનાનો સમાવેશ થતો ગણાશે.
(૫૧) પ્રવાસીની પરમીટ અંગેઃ
આ કાયદા મુજબ કલમ-૪૬ મુજબ આપવામાં આવેલ પરમીટનો સમાવેશ થતો ગણાશે.
(૫૨) ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩: મુંબઇ ગ્રામ પંચાયત ધારો ૧૯૩૩ અથવા મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ ના સબંધી કોઇ ઉલ્લેખમાં તે કાયદાને મળતા આવતા હોય તેવા કોઇ કાયદા જે અનુક્રમે રાજયના કોઇ ભાગમાં અમલમાં હોઇ તેનો ઉલ્લેખનો સમાવેશ થાય છે.
Copyright©2023 - HelpLaw