નશાબંધી અને આબકારી નિયામક અંગે:
આ કાયદા મુજબ રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામા દ્રારા નશાબંધી તથા આબકારી નિયામક નામથી એક અધિકારીથી નિમણૂક કરી શકશે તથા તે રાજય સરકારના નિયત્રણ હેઠળ રહીને તથા રાજય સરકાર પ્રસંગોપાત નકકી કરે તેવા સામાન્ય કે ખાસ આદેશો હેઠળ આ કાયદાની જોગવાઇઓથી કે તે હેઠળ પ્રાપ્ત કરેલી હોય તેવી સતાઓનો ઉપયોગ કરશે તથા આપેલ હોય તેવી ફરજો અને કાર્યો કરી શકશે તથા વહીવટ તંત્ર ઉપર દેખરેખ રાખી આ કાયદાની જોગવાઇનુસાર સામાન્ય રીતે અમલ કરશે
પણ ગુજરાત નશાબંધી (ફેલાવો અને સુધારો) ના કાયદા ૧૯૫૯ શૂર થયા પહેલા આબકારી તથા નશાબંધી નિયામક તરીકેનુ પદ ધરાવનાર વ્યકિત રાજય માટે નશાબંધી અને આબકારી નિયામક તરીકે ગણવામાં આવશે. રાજય સરકાર જયાં સુધી આદેશ ન આપે ત્યા સુધી તે પદ ધરાવશે તથા તે મુજબ તે સમયે અમલી કોઇ કાયદામાં જે કોઇપણ લખાણ કે દસ્તાવેજ આ ગમે તે શબ્દોથી નકકી કરાયેલ આબકારી તથા નશાબંધી નિયામકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેમ ગણાશે તથા તેમની રૂબરૂ નિણૅય વગરની બધી કાયૅવાહીઓનો કાયદાકીય રીતે ફેસલા કરવા માટે તેમની થયેલી ગણાશે તથા કોઇપણ અદાલત ટ્રીબ્યુનલ કે સતા મંડળ રૂબરૂ નિણૅય વગરની બાકી રહેલી કોઇપણ કાયદાકીય કાર્યવાહીમાં તેમને પક્ષકાર બનાવી તે પક્ષકાર હોય તો તેમને આવી કાયૅવાહી અંગે પક્ષકાર ગણાવાનો રહેશે.
Copyright©2023 - HelpLaw