કલેકટરો
(૧) આ કાયદા મુજબ કલેકટરો પોતાના હુકમતની હદની અંદર આ કાયદાની જોગવાઇઓ અનુસાર તે પ્રકારની સતા વાપરી ફરજો અને કાર્યો કરશે.
(૨) આ કાયદાના હેતુઓ અંગે બધા કલેકટરો નિયામકના તાબા નીચે રહેશે.
(૩) રાજય સરકાર જાહેરનામાનો રાજયપત્રથી જાહેર કરી કલેકટર સિવાયની બીજી કોઇપણ વ્યકિતને કોઇ જિલ્લા કે સ્થળે નિયામકના તથા રાજય સરકારના નિયંત્રણ ઉપરાંત તથા રાજય સરકારી પ્રસંગોપત નકકી કરે તેવા કોઇ નિયત્રંણ હોય તેમને તાબે રહેશે અને આ કાયદાથી કે તે મુજબ કલેકટરને સોપવામાં આવેલ તમામ સતા કે તે પેટેની કોઇપણ સતા વાપરવા કે તેમને સોપવામાં આવેલી તમામ ફરજો કે તે પેટેની કોઇ ફરજો અને કાર્યો કરવા માટે નિમણુક કરી શકશે.
Copyright©2023 - HelpLaw