તાબા હેઠળના અધિકારીઓ - Section:૫

તાબા હેઠળના અધિકારીઓ

આ કાયદા મુજબની જોગવાઇઓને અમલી બનાવવા માટે આ કાયદામાં જણાવેલ નિયામકને તથા કલેકટરને મદદ કરવા સારૂ રાજય સરકાર જરૂર જણાય ત્યારે એવા તાબા હેઠળના અધિકારીઓને યોગ્ય લાગે તેવુ પદ આપીને નિમણૂક કરી શકશે અને તેમને આ કાયદા નિયમો કે વિનિયમો કે તે નીચે કરેલા આદેશો મુજબ જરૂરી જણાય તેવી સતા ફરજો તથા કાર્યોની સોંપણી કરી શકશે.