ટૂંક સંજ્ઞા (વ્યાત્પિ) - Section:૧

ટૂંક સંજ્ઞા (વ્યાત્પિ)

આ કાયદો ગુજરાત જુગારનો કાયદો ૧૮૮૭ના નામે ઓળખાશે. ઘડવાના હેતુઓ અને કારણો ગુજરાત જુગારપ્રતિબંધ અધિનિયમ ૧૮૮૭ ઘડવા માટેના હેતુઓ અને કારણો મુંબઇ ગવમૅન્ટ ગેઝેટ ૧૮૮૭ના વિભાગ-૪ પાના નંબર-૧૨ ઉપર આપેલા છે. આ કાયદાનો હેતુ જુગાર ઉપર પ્રતિબંધ મુકવાનો છે અને વિધાનસભાના સભ્યોનુ એવુ કહેવુ હતુ કે જો આપણે પ્રજાને જુગાર રમવા ઉપર નિષેધ અગર મનાઇ અગર પ્રોહીબીશન કરતો કાયદો નથી આ કાયદો ઘડાવ પાછળના મુખ્યા કારણઓમાંનુ એક કારણ એવુ છે કે જુગારને કારણે અને જુગાર રમવાની આદતને કારણે ઘણા (ખાસ કરીને મધ્યમ વગૅના) કુટુંબો પોતાની આવક પોતાના પરિવારના ભરણપોષણ પાછળ વાપરવાને બદલે જુગારમાં ગુમાવે છે અને તેથી ઝઘડાના મારામારીના અને ચોરી લુટફાટના બનાવો પણ હારેલા જુગારીઓ દ્રારા આચરવામાં આવતા હોઇ પૂરા સમાજમાં અનિષ્ટ વાતાવરણ ઉભુ થાય છે. આ કાયદો ઘડવા પાછળ નાગરિક પોતાની આવક પોતાના પરિવારના ભરણપોષણ અને બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ અને સમાજ આદશૅ બને તેવા શુભ આશય રહેલો હોય છે.

ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ-૧૮૮૭ના ધારાની બંધારણીય કાયદેસરતા કેન્દ્ર સરકાર અને રાજય સરકારોની કાયદા ઘડવાની સતાઓ ભારતના બંધારણની શીડયુલ-૭ની ત્રણ યાદીમાં વહેચવામાં આવેલી છે ભારતના બંધારણના અનુચ્છેદ-૨૪૬(૧) યાદી-૧ (કેન્દ્ર યાદી) માં જણાવાયેલ તમામ વિષયો પરત્વે કાયદો ઘડવાની સંપૂણૅ સતા સંસદના બંને ગૃહોને આપે છે. તેમજ અનુચ્છેદ ૨૪૬(૩) યાદી-૨ (રાજય ગાદી)માં જણાવાયેલ તમામ વિષયો પરત્વે કાયદો ઘડવાની સંપૂણૅ સતા રાજય સરકારને આપે છે અને યાદ-૩ (સજીહભોગ્ય યાદી) માં જણાવાયેલ તમામ વિષયો પરત્વે કાયદો ઘડવાની સતા બંતે કેન્દ્ર સરકાર અને રાજય સરકારને આપે છે.

યાદી-૨ (રાજય ગાદી) માં નોંધ નંબર ૩૪માં જણાવ્યા પ્રમાણે હોડ અગર શરત અને જુગાર માટે જોગવાઇ કરેલ હોવાથી જુગાર અંગે કાયદો ઘડવાની સંપૂણૅ સતા રાજય સરકારને છે. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૯ દ્રારા સાતા મૂળભુત હકકોની ખાત્રી આપવામાં આવેલી છે અને અનુચ્છેદ ૧૯(૧) (જી) એ પ્રમાણે કહે છે કે ભારતના દરેક નાગરિકને કોઇપણ વ્યવસાય કરવાનો અગર કોઇપણ ધંધો વેપાર અગર રોજગાર કરવાનો અધીકાર છે. ભારતના બંધારણનુ અનુચ્છેદ ૩૦૧ કહે છે કે બંધારણના અનુચ્છેદ ૩૦૨ થી ૩૦૫ની જોગવાઇઓને અંતગૅત વેપાર વાણિજય વ્યવહાર ભારતના સમગ્ર વિસ્તારમાં મુકત રહેશે. ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમની જોગવાઇઓના અથૅઘટના નિયમોકાયદાના શબ્દોનો સામાન્ય અથૅ પ્રથમ દ્રષ્ટિએ યોગ્ય અને સોનેરી નિયમ છે. જયારે શબ્દના બે અથૅ નીકળતા હોય ત્યારે કાયદાની  કાયદેસરતા ટકાવી રાખતો હોય તેવો અથૅ પસંદ કરવો જોઇએ શબ્દનો સાંકડા વિચારવાળો અને તાર્કિક અથૅઘટન કાયદાની યોજનાને નિષ્ફળ બનાવશે. કાયદાના શબ્દોના સામાન્ય અથૅને કાયદાના ઉદેશ અને હેતુઓના અનુસંધાને જો જરૂરી જણાય તો અવગણી શકાય.

ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમમાં સુધારાઓ કાયદાના અસ્તિત્વ બાદ તેના અમલીકરણને કારણે કાયદાના હેતુઓ અને ઉદેશો પૂરા પાડવા આવતી અડચણો જણાય છે અને તેવી અડચણો દુર કરવા કાયદામાં જરૂરી ફેરફાર સુધારા વધારા કરવામાં આવે છે કાયદામાં કરવામાં આવેલા તમામ સુધારા ભારતના બંધારણ અન્ય અસ્તિત્વવાળા કાયદા અગર તે કાયદો ઘડવા પાછળના મૂળભૂત ઉદેશો અને હેતુઓ વિરૂધ્ધના ના હોવા જોઇએ અને તે પ્રમાણે હોય તો તે રદ થવા પાત્ર છે.

જરૂરી કાયૅવાહી બાદ અમલમાં આવતા સુધારા વધારા અગર ફેરફારની નોંધ લેવા કોટૅ બંધાયેલી છે અને નીચેની કોટૅ આપેલા નિણૅય બાદ થયેલા સુધારાને અપીલને હકુમતવાળી કોટૅ અપીલના સ્તરે ધ્યાનમાં લેવો પડશે.