જુગાર રમવી એ શબ્દોની વ્યાખ્યા - section:3

જુગાર રમવી એ શબ્દોની વ્યાખ્યા

આ અધિનિયમમાં જુગાર રમવો – એ શબ્દોમાં (એ) ઘોડા – દોડ શરૂ થવાની હોય તે જ દિવસે અને (બી) જયા ઘોડા – દોડ શરૂ થવાની હોય તે ઘોડા દોડના મેદાનના લાઇસન્સદાર મુંબઇ ઘોડા દોડ મેદાન લાઇસન્સ અધિનિયમ ૧૯૧૨ ની કલમ – ૪ હેઠળ તે હેતુ માટે જુદી રાખેલી વાડ – બંધ જગામાં અને

(સી) એક તરફથી તે વાડબંધ જગામાં હાજર રહેલી વ્યકિત જ અને બીજા તરફથી તે લાઇસન્સદાર અથવા ઉપયૅકત લાઇસન્સથી તે લાઇસન્સદારે લાઇસન્સ આપેલી બીજી કોઇ વ્યકિત વચ્ચે અથવા ગમે તેટલી વ્યકિતઓ વચ્ચે તે લાઇસન્સથી પરવાનગી આપવામાં આવે તે રીતે અને તે સાધનથી અથવા ઘોડા દોડ ઉપર હોડ અથવા શરત મારવામાં આવે ત્યારે તેવી હોડ અથવા શરત સિવાયની હોડ અથવા શરત મારવાનો સમાવેશ થાય છે.

પણ તેમા લોટરીનો સમાવેશ થતો નથી. જે કોઇ વ્યવહારમાં કોઇ વ્યકિત પોતાની ગમે તે હેસિયતથી બીજી કોઇ વ્યકિતને ગમે તે હેસિયતમાં એવા લઇસન્સદાર અથવા બીજી કોઇ વ્યકિત સાથે હોડ અથવા શરત મારવામાં કામે રાખે અથવા બીજી કોઇ વ્યકિત માટે ગમે તે હેસિયતમાં એવુ કામ કરવા કબૂલે તે વ્યવહાર જુગાર છે એમ ગણાશે

પરંતુ સદરહુ લાઇસન્સદાર તે લાઇસન્સમાં પરવાનગી આપવામાં આવે તે રીતે અથવા તે સાધનથી હોડ અથવા શરત મારવાના કામ માટે નોકરો રાખી શકશે અથવા તે લાઇસન્સદાર નીચે માણસો નોકરી સ્વીકારી શકશે. (શરતની રકમ વસૂલ કરવી કે માંગવી તે અથવા હોડ કે શરત મારવાના સબંધમાં અથવા હોડ કે શરત મારવામાં સહાય કરવા અથવા તેમ કરવાનુ સુગમ બનાવવા ધારેલા કામના સબંધમાં નાણા કે અન્ય રૂપે જીતેલા ઇનામો લેવા કે વહેચવા તે અથવા એવી વસુલાત માંગણી પહોચ અથવા વહેંચણી જુગાર છે એમ ગણાશે.)

જુગાર રમવાના સાધનોએ શબ્દોની વ્યાખ્યા

આ અધીનિયમમાં જુગાર રમવાના સાધનો એ શબ્દોમાં જુગારમાં વિષય અથવા સાધન તરીકે વપરાતી અથવા વાપરવા ધારેલી કોઇ વસ્તુનો કોઇ જુગારના પુરાવાના રજીસ્ચર અથવા રેકડૅ તરીકે વપરાતા અથવા વાપરવા ધારેલા કોઇ દસ્તાવેજનો કોઇપણ જાતના જુગારની આવકનો અને કોઇ જાતના જુગાર સબંધમાં વહેચેલા અથવા વહેચવા ધારેલા નાણા કે અન્ય રૂપે મળતી જાતની રકમો કે ઇનામોનો સમાવેશ થાય છે.

જુગારનો અડ્ડોએ શબ્દોની વ્યાખ્યા આ અધિનયમમાં જુગારનો અડ્ડો એટલે

(૧) (એ) અફીણ અથવા બીજી ચીજવસ્તુની બજાર કિંમત અથવા તે કિંમત જણાવવામાં વપરાતી સંખ્યાના આંકડા ઉપર અથવા

(બી) તેવી કોઇ ચીજવસ્તુની બજાર કિંમતના ફેરફારની રકમ ઉપર અથવા તો ફેરફારની રકમ જણાવવામાં વપરાતી સંખ્યાના આંકડા ઉપર અથવા

(સી) કોઇ સ્કોટ અથવા શેયરની બજાર કિંમત ઉપર અથવા તે કિંમત જણાવવામાં વપરાતી સંખ્યાના આંકડા ઉપર અથવા

(ડી) વરસાદ પડે કે ન પડે અથવા બીજો કુદરતી પ્રસંગ બને ન બને તે ઉપર અથવા

(ઇ) વરસાદના પ્રમાણ ઉપર અથવા તે પ્રમાણે જણાવવામાં

(એફ) એક કે વધુ રમવાના પાનામાં ચિત્ર અંક અથવા આંકડા ઉપર અથવા અન્ય સંખ્યા ધરાવતા દસ્તાવેજો અથવા વસ્તુઓ ઉપર અથવા આવા અંક અથવા આંકડાના સરવાળા ઉપર અથવા કોઇ ભાવિ અણધાર્યા પ્રસંગ બનવાના અથવા ન બનવાના આધાર ઉપર અથવા કોઇ પણ ડ્રોના પરિણામ ઉપર અથવા આવા ચિત્ર અંક આંકડા સંખ્યા પ્રસંગ અથવા ડ્રોના ઘટના ક્રમ અથવા કોઇ પણ ક્રમ પરિવર્તનના અથવા જોડકાના આધાર ઉપર જુગાર રમવામાં આવે તો તેમા જેમા જુગાર રમાતો હોય અથવા જુગાર માટે જુગાર રમાવાના સાધનો રાખવામાં આવતા હોય અથવા વપરાતા હોય તે મકાન ઓરડો અથવા જગા

(૨) બીજા કોઇ પ્રકારનો જુગાર રમવાની બાબતમાં જે કોઇ મકાન ઓરડો અથવા જગામાં જુગાર રમવાના સાધનો તે મકાન ઓરડો અથવા જગાના માલિક કે ભોગવટાદાર વાપરનાર અથવા રાખનાર વ્યકિતના લાભ અથવા ફાયદા માટે તે મકાન ઓરડો અથવા જગા સાધન વાપરવા માટે ચાજૅ લઇને અથવા બીજી કોઇ રીતે રાખવામાં અથવા વાપરવામાં આવતા હોય તે મકાન ઓરડો અથવા જગા જુગાર શબ્દની વ્યાખ્યા

આ અધિનિયમમાં જગા શબ્દમાં તંબુ બંધ જગા વાહન અને જલયાનનો સમાવેશ થાય છે. ડિક્ષનેરીમાં આપેલા જુગાર શબ્દનો અથૅ બે અગર બેથી વધારે વ્યકિતઓ ભેગી મળે તકની રમત રમે અને હોડ વગરની શરતની રકમ જીતનારી મિલકત બને તેને જુગારની રમત કહેવાય.

કલમઃ- ૩-એ. વરલી મટકાને અથવા અન્ય પ્રકારના જુગારને લગતા અંકો અથવા આંકડા છાપવા અથવા પ્રસિધ્ધ કરવા માટે શિક્ષા.

(૧) જે કોઇ વ્યકિત શુભ રાશિએ શીષૅક હેઠળ અથવા બીજુ કોઇ સ્વરૂપ અથવા યુકીત અપનાવીને વરલી મટકાને અથવા બીજા કોઇ પ્રકારના જુગારને લગતા કોઇપણ અંકો અથવા આંકડા અથવા અંકો કે આંકડાના જોડકાને ગમે તે રીતે છાપે અથવા પ્રસિધ્ધ કરે અથવા આવા ચિત્રો અંકો અથવા આંકડાને જોડકાને લગતી માહિતી ફેલાવે અથવા ફેલાવવાની કોશિશ કરે અથવા ફેલાવવામાં મદદગીરી કરે શિક્ષાઃ- તે વ્યકિત છ મહિના સુધીની કેદની અને એક હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે.

(૨) કોઇ વ્યકિત ઉપર પેટા – કલમ (૧) હેઠળના ગુનાનો આરોપ મુકવામાં આવ્યો હોય તો જેના સબંધમાં સદરહુ ગુનો કર્યો હોવાનુ કહેવાતુ હોય તે અંકો અથવા આંકડા અથવા અંકો કે આંકડાનુ જોડકુ આરોપીએ વિરૂધ્ધનુ સાબિત કર્યું ન હોય તો વરલી મટકાના જુગારને અથવા બીજા કોઇ પ્રકારના જુગારને લગતુ છે એમ માની લેવામાં આવશે.