
જુગારના અડ્ડામાં જુગાર રમવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ જુગારના અડ્ડામાં જુગાર રમતા પકડાય અથવા જુગાર રમવાના હેતુ માટે ત્યાં હાજર હોઇને પકડાય તેને દોષિત યૅથી
શિક્ષા:- નવ મહિના સુધી કેદની અને દંડની શિક્ષા થશે.
પરંતુ
(એ) પહેલીવારના ગુના માટે શિક્ષાઃ- એવી કેદની શિક્ષા બે મહીનાથી ઓછી હોવી જોઇશે નહિ અને એવો દંડ ત્રણસો રૂપિયાથી ઓછો હોવો જોઇશે નહિ.
(બી) બીજીવારના ગુના માટે
શિક્ષાઃ- એવી કેદની શિક્ષ ચાર મહિનાથી ઓછી હોવી જોઇશે નહિ અને એવો દંડ ત્રણસો રૂપિયાથી ઓછો હોવો જોઇશે નહિ અને
(સી) ત્રીજીવારના અને ત્યાર પછીના ગુના માટે શિક્ષાઃ- આવી કેદની શિક્ષા નવ મહિનાથી ઓછી હોવી જોઇશે નહિ અને આવો દંડ ત્રણસો રૂપિયાથી ઓછો હોવો જોઇશે નહિ.
કોઇ જુગારના અડ્ડામાં જુગાર રમાતો હોય તે સમયે ત્યાં કોઇ વ્યકિત પકડાય તો વિરૂધ્ધનુ સાબિત ન થાય ત્યા સુધી તે વ્યકિત જુગાર રમવાના હેતુ માટે ત્યાં હતી એવુ માની લેવામાં આવશે.
નોંધઃ- આ કલમ હેઠળનો ગુનો કોગ્નીઝેબલ છે જામીનપાત્ર છે મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફરૅકલાસને ગુનાનો નિકાલ કરવાની હકુમત છે.
આ કલમ હેઠળ જુગારના સ્થળે મળી આવેલ વ્યકિત જુગાર રમતી હતી તેવુ અનુમાન થઇ શકે છે પ્રોસિકયુશને સાબિત કરવુ જોઇએ કે વ્યકિત જુગારના સ્થળે મળી આવેલી હતી અને તે સ્થળે જુગાર રમાઇ રહયો હતો કલમ ૭ હેઠળ પણ અનુમાન લઇ શકાય છે આરોપી પોતે જુગારના સ્થળે હાજર હતો તેવા એકમાત્ર પગલાથી કલમ ૫ હેઠળ ગુનેગાર ઠરાવી શકાય નહી. જો પ્રોસિકયુશન અનુમાનથી ગુનો સાબિત થતો હોવાનુ જણાવે તો આરોપી પોતે તે જુગારધામમાં હાજર ન હતો અથવા તો તે સ્થળે જુગારધામ ન હતુ તે સાબિતીનો બોજો આરોપી ઉપર છે.
Copyright©2023 - HelpLaw