અમુક પોલીસ અધીકારીઓએ રજિસ્ટર રેકડૅ અથવા લખાણ કબ્જે લેવા બાબત
(૧) જે વિસ્તાર માટે પોલીસ કમિશ્નરની નિમણૂક કરવામાં આવી હોય તેમા નાયબ પોલીસ કમિશ્નરના દરજજાથી ઉપરતા ન હોય તેવા પોલીસ અધિકારીનો અને (૨) અન્ય સ્થળે નાયબ પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટના દરજજાથી ઉપરતા ન હોય તેવા કોઇ પોલીસ અધીકારીનો એવો અભિપ્રાય થાય કે જેમા ચિત્રો અંકો અથવા આંકડા અથવા ચિત્રો અંકો કે આંકડાના જોડકા હોય તેવુ રજીસ્ટર રેકડૅ અથવા કોઇપણ પ્રકારનુ લખાણ વરલી મટકાના જુગાર અથવા બીજા કોઇ પ્રકારના જુગારને લગતુ છે ત્યારે તેને કબ્જે લેવા માટે તે હકદાર રહેશે અને તેવુ રજિસ્ટર રેકડૅ અથવા લખાણ જુગારનુ સાધન છે એમ માની લેવામાં આવશે સિવાય કે જેની પાસેથી તે કબ્જે લેવામાં આવે તે વ્યકિતએ એમ દશૅાવ્યુ હોય કે તે રજિસ્ટર રેકડૅ અથવા લખાણ કાયદેસરના વેપાર ઉદ્યોગ વાણિજય વ્યવસાય અથવા ધંધા સબંધી કોઇ લેવડ દેવડનુ અથવા કોઇ વ્યકિતની કાયદેસરની કોઇ અંગત લેવડ દેવડનુ રજિસ્ટર રેકડૅ અથવા લખાણ છે અથવા તે અન્યથા જુગારનુ સાધન નથી.
Copyright©2023 - HelpLaw