
પોલીસ અધિકારીઓને જુગારના અડ્ડામાં પ્રવેશ કરવાનો ઝડતી લેવાનો વગેરે અધિકાર
(૧) પોલીસ કમિશ્નર નીમવામાં આવ્યો હોય તે કોઇ વિસ્તારમાં સબ ઇન્સ્પેકટરથી ઉતરતા દરજજાનો ન હોય અને પોલીસ કમિશ્નરે સામાન્ય લેખિત સતા આપી હોય કાઢીને સતા આપી હોય અથવા દરેક દાખલામાં યથાપ્રસંગ નાયબ કમિશ્નર અથવા પોલીસ સુપ્રિટેન્ડેન્ટના દરજજા કરતા ઉતરતા દરજજાના ન હોય તેવા કોઇ પણ પોલીસ અધિકારીએ ખાસ વોરંટ કાઢીને અધિકૃત કયૅ । હોય અને
(૧-એ) રાજયના કોઇપણ વિસ્તારમાં પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) અથવા એ હોદો ધારણ કરનાર અથવા વધારાના પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી (ક્રાઇમ) અને દ્રારા બહાર પાડવામાં આવેલા ખાસ વોરંટથી દ્રારા દરેક કિસ્સામાં સતા પામેલા પોલીસ સબ ઇન્સ્પેકટરથી નીચેના તબકકાના નહિ તેવા
(૧-બી) કોઇપણ વિસ્તારમાં સબંધિત રેન્જ માટે નિયુકત સ્પેશિયલ ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ અથવા ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ દ્રારા બહાર પાડવામાં આવેલા ખાસ વોરંટ દ્રારા દરેક કિસ્સામાં સતા પામેલ પોલીસ સબ ઇન્સ્પેકટરથી નીચેના તબકકાના નહિ તેવા અને
પરંતુ સદરહુ મકાન ઓરડો અથવા જગા જુગારના અડ્ડા તરીકે વપરાતા હોવાનો શક લાવવાનો સબળ કારણો છે એમ પેટા કલમ (૧) હેઠળ એવી રીતે અધિકૃત કરવા સક્ષમ હોય તે સતા અધિકારીને જરૂરી લાગે તેવી તપાસ કયૅ પછી ખાતરી ન થાય તો કોઇ અધિકારીને ખાસ વોરંટથી અધિકૃત કરી શકાશે નહિ
(૪) તે સમયે અમલમાં હોય તેવો કોઇ કાયદામાં ગમે તે મજકૂર હોય તે છતા આ કલમ હેઠળ કરવામાં આવેલી ઝડતી ઝડતીના સાક્ષિઓ (હોય તો તેઓ) જેમાં ઝડતી લેવાયેલા મકાન ઓરડો અથવા જગ્યા આવેલા હોય તે લતાના રહેવાસી ન હતા તે હકીકતને કારણે જ ગેરકાયદેસર ગણાશે નહિ
મુંબઇ જુગાર પ્રતિબંધ અધિનિયમની કલમ ૬ એ કાયૅપધ્ધતિ માટેની છે અને સબ ઇન્સ્પેકટરના હોદાથી નીચેના ના હોય તેવા પોલીસ અધિકારીઓને ઘર ઓરડો અગર જગ્યા જે સામાન્ય જુગાર ઘર હોવાનુ શંકાસ્પદ લાગે ત્યારે તેમા પ્રવેશ કરી શોધવાની ખૂબ વિશાળ સતા આપે છે આ કાયદાનો હેતુ વધુ અસરકારક રીતે જુગારને અંકુશમાં રાખવાનો છે અને આ હેતુ વધુ અસરકારક રીતે જુગારને અંકુશમાં રાખવાનો છે અને આ હેતુસર કરવા ભૌગોલિક આધારે વિસ્તારનુ વગીકરણ કરવામાં આવેલુ છે કલમ ૬ ની જોગવાઇ પોલિસ કમિશ્નરની નિમણૂક કરવામાં આવેલી હોય તેવા વિસ્તારના નાગરિકોને અગર જાહેર કરેલ વિસ્તાર અને જેઓ બીજી જગ્યાએ રહે છે તેમને સમાન રીતે લાગુ પડતી નથી.
Copyright©2023 - HelpLaw