
ખોટા નામો અને સરનામા આપવા બદલ શિક્ષા
આ અધિનિયમની જોગવાઇઓ મુજબ કોઇ મેજિસ્ટ્રેટે અથવા પોલીસ અધિકારીએ કોઇ જુગાર આંકડામાં પ્રવેશ કયૅા પછી તેમા મળી આવેલ વ્યકિતને તે અધિકારી ગિરફતાર કરે અથવા તેને કોઇ મેજિસ્ટ્રેટ સમક્ષ લાવવામાં આવે અને તે અધિકારી અથવા મેજીસ્ટ્રેટ તેનુ નામ અને સરનામુ આપવાનુ ફરમાવે ત્યારે તે આપવાની વ્યકિત ના પાડે અથવા આપવામાં ગફલત કરે અથવા કોઇ ખોટુ નામ અથવા સરનામુ આપે તો તેને દોષિત ઠયૅથી શિક્ષાઃ- એક હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા થશે અને તે દંડ ભરવામાં ન આવે અથવા પ્રાથમિક તબકકે સજા કરનાર કોટૅને યોગ્ય જણાય તો ચાર મહિનાની મુદત સુધીની કેદની શિક્ષા થશે.
વિવરણ
આ કલમ ૧૯૫૯ના ૧૪ માં બોમ્બે એકટથી મુંબઇ જુગાર પ્રતિબંધ અધિનિયમ ૧૮૮૭માં ઉમેરવામાં આવી છે અને તે ગુજરાત અને મહારષ્ટ્ર બંને રાજયોને લાગુ પડે છે આ કાયદામાં એવી કોઇ જોગવાઇ નહોતી જેનાથી કોઇ વ્યકિત દ્રારા ખોટી માહિતી આપવાથી અગર માહિતી આપવાની ના કહેવાથી જે જુગાર ઘરમાંથી મળી આવેલ હોય અને તે કારણસર તેની તેની ધરપકડ કરવામાં આવી હોય તેને કેવી સજા કરી શકાય આ કલમ નીચે ગુન્હો સાબીત કરવા ફરિયાદ પક્ષે નીચે આપેલા મુદ્દાઓ સાબિત કરવા પડશે
(એ) વ્યકિત સામાન્ય જુગાર ઘરમાં મળી આવેલ હોય (બી) સામાન્ય જુગાર ઘરમાં મેજિસ્ટ્રેટ અગર પોલીસ અધિકારીએ પ્રવેશ કરેલો હોય
(સી) આવા અધિકારીએ તેવી વ્યકિતની ધરપકડ કરી હોય અગર તેને કોઇ મેજિસ્ટ્રેટ તેવી વ્યકિતને તેનુ નામ અને સરનામુ આપવા જણાવેલુ હોય (ડી) પોલીસ અધિકારી અગર મેજિસ્ટ્રેટ સમક્ષ લઇ જવામાં આવી હોય
(ઇ) વ્યકિતએ તેનુ નામ અને સરનામુ આપવાની ના કહી હોય અગર બેજવાબદાર રહી હોય અગર ખોટુ નામ અને સરનામુ આપ્યુ હોય
આ કલમ નીચેના ગુન્હાની સજાની જોગવાઇ એક હજાર રૂપિયાથી વધારે નહીં તેવા દંડની છે અને આવો દંડ નહીં ભરવાથી અગર પ્રથમ ઘટના જો કોટૅ તેને યોગ્ય લાગે તેવી સજા કરવા ઠરાવે તો ચાર માસ કરતા વધુ નહીં તેવી સજા કરશે ગમે તે રીતે કોટૅ દંડ અને જેલવાસની બંને સજા ફટકારી શકશે નહીં તે સંક્ષિપ્ત ગુન્હો હોવાથી કોટૅ દયાળુ વલણ અપનાવશે જે સામાન્ય સજાના રૂપમાં હશે કે જેથી તેવા ગુન્હાનુ પુનરાવતૅન થાય નહીં પરંતુ તેમ છતા ગુનેગારને ચાર માસ સુધીની જેલવાસની સજા કરી શકશે
Copyright©2023 - HelpLaw