જુગારનો અડ્ડો રાખવા માટે અથવા જુગારના અડ્ડામાં જુગાર રમવા માટે દોષિત ઠષૅથી જુગાર રમવાના સાધનોનો નાશ કરી શકાશે - કલમ:૮

જુગારનો અડ્ડો રાખવા માટે અથવા જુગારના અડ્ડામાં જુગાર રમવા માટે દોષિત ઠષૅથી જુગાર રમવાના સાધનોનો નાશ કરી શકાશે

જુગારનો અડ્ડો ખોલવા રાખવા અથવા વાપરવા માટે અથવા તેમા જુગાર રમવા માટે અથવ જુગાર રમવાના હેતુ માટે હાજર રહેવા માટે કોઇ વ્યકિતને દોષિત ઠરાવ્યેથી તેને દોષિત ઠરાવનાર મેજિસ્ટ્રેટ તે અદૃામાંથી મળેલા અથવા તેમા મળી આવેલી વ્યકિતઓ પાસેથી જુગાર રમવાના તમામ સાધનોનો તુરત નાશ અથવા જપ્ત કરવાનો હુકમ કરી શકશે અને જુગાર રમવાના સાધનો સિવાય કબજે કરેલી નાણારૂપી તમામ અથવા કોઇપણ જામીનગીરી અને અન્ય ચીજોને વેચવાનો અને તેમા કબ્જે કરેલા તમામ પૈસા સહિત તેની આવક જપ્ત કરવાનો તે મેજિસ્ટ્રેટ હુકમ કરી શકશે અથવા તેને યોગ્ય લાગે તો તેવી આવકને કંઇ ભાગ અને બીજા પૈસા તે માટે કોઇ વ્યકિતનો હક જણાતો હોય તો તેને આપવાનો હુકમ કરી શકશે

કાયૅક્ષેત્ર અને હેતુઃ-

આ કલમ જયારે કેસનો અંત મુંબઇ જુગાર પ્રતિબંધ અધિનિયમ કલમ ૪ અને ૫ નીચે ગુન્હેગાર હોવાના ચુકાદામાં આવે ત્યારે લાગુ પડે છે આ કલમનો પ્રથમ ભાગ સામાન્ય જુગાર ઘરમાં મળી આવેલ જુગારના સાધનોને અગર તેમા મળી આવેલ વ્યકિતઓ પાસેથી મળેલને લાગુ પાડવામાં આવેલ છે અને તે આવા સાધનોનો તુરત જ નાશ કરવાનુ અગર જપ્ત કરવાનુ જણાવે છે આ કલમનો બીજો ભાગ સામાન્ય જુગાર ઘરમાંથી મળી આવેલ નાણા બદલની જામીનગીરીઓ અને બીજી જપ્ત કરેલ પરંતુ જુગારના સાધન ન હોય તેવી વસ્તુઓ અને જપ્ત કરેલા નાણાને લાગુ પાડવામાં આવેલ છે તે જણાવે છે કે આવી વસ્તુઓ અને જામીનગીરીઓ વેચી નાખશે અને સામાન્ય જુગાર ઘરમાંથી જપ્ત કરવામાં આવેલ નાણા સાથે આગળ કામ ચલાવાશે અગર કોઇ વ્યકિત કે જે તેને માટે હકદાર હોય તેને નાણા આપી દેવામાં આવશે