દોષિત ઠરાવવા માટે પૈસાનો જુગાર રમવાની સાબિતીની જરૂર નથી
કલમો ૪ અને ૫ ની જોગવાઇઓ પૈકી કોઇ જોગવાઇ વિરૂધ્ધના કોઇ ગુના માટે કોઇ વ્યકિતને દોષિત ઠરાવવા માટે એ સાબિત કરવાની જરૂર નથી કે જુગાર રમતા મળી આવેલી વ્યકિત પૈસા શરત અથવા તોડ માટે જુગાર રમતી હતી
જુગાર રમવો શબ્દ મુંબઇ જુગાર પ્રતિબંધ અધિનિયમ (સધારેલ) કાયદો ૧૯૧૯ (બોમ્બે ૧૯૧૯નો છઠ્ઠો) કલમ ૬ દ્રારા કોઇ રમત રમતા શબ્દની જગ્યાએ મૂકવામાં આવેલો છે આ કલમ જયારે વ્યકિતને કલમ ૪ અને કલમ ૫ હેઠળ સજા કરવામાં આવે ત્યારે જ લાગુ પાડવામાં આવે છે ફરિયાદ પક્ષે એવુ સાબિત કરવાની જરૂર નથી કે વ્યકિત જયારે જુગાર રમતા મળી આવેલ હોય ત્યારે તેવી વ્યકિત નાણા હોડની રકમ અગર શરતની રકમ માટે રમતો હતો.
Copyright©2023 - HelpLaw