
અમુક સાક્ષીઓને ક્ષતિપૂર્તિ
જે કોઇ વ્યકિત આ અધિનિયમ વિરૂધ્ધ જુગાર રમવામાં સામેલ હોય અને આ અધિનિયમની જુગાર અંગેની કોઇપણ જોગવાઇઓનો ભંગ કરવા માટે કોઇપણ વ્યકિતની ઇન્સાફી કાયૅવાહી કરતી વખતે કોઇ મેજિસ્ટ્રેટ સમક્ષ જેની સાક્ષી તરીકે જુબાની લીધી હોય અને તો જુબાની વખતે મેજિસ્ટ્રેટના અભિપ્રાયમાં એમ લાગે છે તેની જુબાની લીધી હોય તે તમામ બાબતોમાં તેની પૂરેપૂરી જાણ પ્રમાણે સાચી અને જેવી હોય તેવી હકીકત તે જણાવે છે તે વ્યકિતની તેમ થય સદરહુ મેજિસ્ટ્રેટ પાસેથી તે માટેનુ લેખિત પ્રમાણપત્ર મળશે અને તે સમય પહેલા જુગારના સબંધમાં તેણે જે કઇ કર્યું હોય તે માટે તેને આ અધિનિયમ હેઠળના તમામ મુકદમામાંથી મુકત કરવામાં આવશે
સાક્ષિને શિક્ષામાંથી મુકિત અંગેનુ પ્રમાણપત્રાઃ-
ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ કલમ-૧૦ નીચે પબ્લિક ગેમ્બલીંગ એકટ કે જે વિદÈ વિસ્તારમાં અમલમાં હતો અને જેમા સાક્ષીને શિક્ષામાંથી મુકિત અંગેની જોગવાઇ હતી તે ધ્યાનમં લઇ સાક્ષીને શિક્ષામાંથી મુકિત અંગેના પ્રમાણપત્ર આપવાની જોગવાઇ કરવામં આવેલી છે આ જોગવાઇ સામાન્ય જુગાર ઘર રાખવાના હોમતમાંથી બચાવવા અંગેની છે ઉમેરવામાં આવેલ જોગવાઇ આ કાયદા હેઠળના તમામ તહોમતમાંથી સાક્ષિઓને મુકિત અપાવવા સક્ષમ બનાવે છે.
Copyright©2023 - HelpLaw