જાહેર માગૅ માં જુગાર રમવા અને પશુપક્ષીને લડાવવા માટે વોરંટ વગર ગિરફતાર કરવાની સતા કોઇ પોલીસ અધિકારી - કલમ:૧૨

જાહેર માગૅ માં જુગાર રમવા અને પશુપક્ષીને લડાવવા માટે વોરંટ વગર ગિરફતાર કરવાની સતા કોઇ પોલીસ અધિકારી

(એ) કોઇ જાહેર અથવા રાહદારી માગૅમાં અથવા જયાં લોકો આવતા જતા હોય અથવા લોકોને જવા આવવાની છુટ હોય તે સ્થળે અથવા ઘોડા દોડના મેદાનમાં કોઇ વ્યકિત જુગાર રમતી મળી આવે અથવા જુગાર રમે છે એવો વાજબી શક આવે તેને
(બી) કોઇ જાહેર અથવા રાહદારી માગૅમાં અથવા લોકો આવતા જતા હોય અથવા લોકોને જવા આવવાની છુટ હોય તે કોઇ સ્થળે કોઇ પશુપક્ષીને લડાવતી કોઇ વ્યકિતને (સી) જાહેરમાં પશુપક્ષીને લડાવવામાં હાજર રહીને મદદ અથવા સહાય કરતી વ્યકિતને વોરંટ વગર ગિરફતાર કરી શકશે અને તેની ઝડતી લઇ શકશે
શિક્ષાઃ- એવી કોઇ વ્યકિતને દોષિત ઠયૅથી ત્રણસો રૂપિયા દંડની અને ત્રણ મહિના સુધીની કેદની શિક્ષા થઇ શકશે અને એવા જુગારમાં કલમ-૩માં આપેલી જુગારની વ્યાખ્યામાં ઉલ્લેખ કયૅ પ્રમાણેનો કોઇ વ્યવહાર આવી જતો હોય ત્યારે એ રીતે જુગાર રમતી મળી આવેલી કોઇ વ્યકિતને દોષિત ઠયૅથી કલમ-૪માં ઉલ્લેખેલી રીતે તથા તેટલા પ્રમાણમાં શિક્ષા થઇ શકશે તે વ્યકિત પાસેથી મળી આવેલા બધા પૈસા જપ્ત થશે.
મળી આવેલા સાધનો કબ્જે કરી નાશ કરવા બાબત અને જાહેર અથવા રાહદારી માગૅમાં તે સ્થળે અથવા મેદાનમાં અથવા પોલીસ અધીકારી જેને ગિરફતાર કરે તે વ્યકિત પાસે અથવા તેની આસપાસ મળી આવેલ પશુપક્ષીઓ અને જુગાર રમાવાના સાધનો હોવાનો વાજબી શક લાવી શકાય તેવી વસ્તુઓ કબ્જે કરી શકશે અને મેજિસ્ટ્રેટ ગુનેગારને દોષિત ઠયૅથી તે સાધનોનો તુરત નાશ કરવાનો તથા તે પશુપક્ષીને વેચીને મળેલા નાણા જપ્ત કરવાનો હુકમ કરી શકશે કોઇ વસ્તુ કોઇ વ્યકિતની પાસે અથવા તેની આસપાસ મળી આવે તેને કોટૅને ખાતરી થાય કે વસ્તુ જુગાર રમવાનુ સાધન હતુ ત્યારે વિરૂધ્ધનુ સાબિત ન થાય ત્યાં સુધી અને જેની પાસેથી અથવા જેની આસપાસ તે વસ્તુ મળી આવે તે વ્યકિત જુગાર રમવાના હેતુ માટે હાજર હતી તેવા પુરાવા તરીકે એ સંજોગો ગણાશે