કોઇ સમાચાર અથવા માહિતી છાપવા પ્રસિધ્ધ કરવા અથવા વહેંચવા માટે વોરંટ વગર ગિરફતાર કરવાની સતા - કલમ:૧૨-એ

કોઇ સમાચાર અથવા માહિતી છાપવા પ્રસિધ્ધ કરવા અથવા વહેંચવા માટે વોરંટ વગર ગિરફતાર કરવાની સતા

જે કોઇ વ્યકિત જુગાર રમવામાં મદદ કરવાના અથવા તે સરળ બનાવવાના ઇરાદાથી કોઇ વતૅમાનપત્ર ખબરપત્રિકા અથવા બીજો દસ્તાવેજ અથવા કોઇ સમાચાર અથવા માહિતી છાપે પ્રસિધ્ધ કરે વેચે વહેંચે અથવા કોઇપણ રીતે ફેલાવે તેને વગર વોરન્ટે કોઇ પોલીસ અધિકારી ગિરફતાર કરી શકશે

એવી કોઇ વ્યકિતને દોષિત ઠૉથી કલમ-૪માં ઉલ્લેખેલી રીતે અને પ્રમાણમાં શિક્ષા થઇ શકશે અને કોઇ પોલીસ અધિકારી જે વસ્તુઓ આ કલમ હેઠળનો ગુનો કરવાના હેતુ માટે વાપરવામાં આવે છે અથવા વાપરવાનો ઇરાદો છે એવો વાજબી શક જતો હોય તે તમામ વસ્તુઓ કબ્જે કરવાના હેતુ માટે કોઇ સ્થળમાં પ્રવેશ કરીને તેની ઝડતી લઇ શકશે અને એવી તમામ વસ્તુઓ કબ્જે કરી શકશે

કાયૅક્ષેત્રઃ-

(૧) આ કલમ બોમ્બે એકટ ૧૯૩૬ના ૧ લાથી ઉમેરવામાં આવેલી છે

(૨) વેચવુ શબ્દની વ્યાખ્યા કાયદામાં આવેલ નથી અને એટલા માટે ડીક્ષનેરીમાં આપવામાં આવેલ અથૅ પ્રમાણે કલમ ૧૨-ક માં ઉપયોગ માં લેવાયેલ વેચવુ શબ્દનુ અથૅઘટન કરવુ

(૩) કોઇ સમાચાર પત્ર અગર કોઇ સમાચારોના બીજા દસ્તાવેજો અગર માહિતી જુગાર રમવા મદદ કરવા અગર જુગાર રમવા સવલત કરી આપવા વેચવુ અગર ફેલાવવુ કાયદાની કલમ-૧૨ એ મુજબ સજા લાયક બનાવેલ છે