નિષ્ણાંત અંગેનુ બોડૅ - Section:૬-એ

નિષ્ણાંત અંગેનુ બોડૅ

(૧) આ કાયદા મુજબ રાજય સરકાર કોઇપણ વસ્તુને નશાયુકત દારૂ તરીકે ઉપયોગ માટે યોગ્ય છે કે કેમ તે હેતુસર એક નિષ્ણાંત બોડૅ રચશે.

(ક) આલ્કોહોલીક કોઇ દવા કે પ્રસાધનની બનાવટ અથવા

(ખ) આલ્કોહોલીક કોઇ કીટનાશક બનાવટ કે પ્રવાહી દ્રાવણ અથવા

(ગ) આલ્કોહોલીક સુગંધ આપનાર કોઇ રસ કે મીક્ષ્ચર દારૂ તરીકે ઉપયોગ માટેની યોગ્ય ચીજ છે કે કેમ તે સરકાર દ્રારા નકકી કરવાના હેતુથી રાજય સરકારે નિષ્ણાંતનુ બોડૅ રચવુ.

(૨) પેટા કલમ- (૧) મુજબ રચના પામેલ નિષ્ણાંત બોડૅ નકકી કરવામાં આવે તેવી પાંચ કે તેથી ઓછી નહિ તેટલી સંખ્યાના તથા લાયકાત પાત્ર સભ્યોનુ બનાવવામાં આવશે અને તે રીતે નિમણૂક પામેલા સભ્યો રાજય સરકારની મરજી હોય ત્યાં લગી પદ ધરાવી શકશે. પૂતીથી બોડૅના કામકાજનો

(૩) ત્રણ સભ્યોની ગણના પાત્ર નિકાલ કરી શકશે.

(૪) વ્યવહારિક રીતે બોડૅમાં ખાલી પડેલી સભ્યની જગ્યા ઝડપથી પૂરી કરવામાં આવશે પણ આવી કોઇ જગ્યા ખાલી હોય તે દરમ્યાન બોડૅના ચાલુ રહેતા સભ્યો જાણે આવી કોઇ જગ્યા ખાલી પડી ન હોય તેવી રીતે કામકાજ કરી શકશે.

(૫) કામકાજ માટે બોડૅ નકકી કરે તેવી કાયૅપધ્ધતિ મુજબ કામકાજ કરવાનુ રહેશે.

(૬) આ જ કલમની પેટ કલમ-૧ માં દશૅવેલ કોઇ વસ્તુ નશાવાળો દારૂ તરીકે ઉપયોગ માટે યોગ્ય છે કે કેમ તે સવાલ માટે રાજય સરકારે તેમને લખી મોકલેલા સવાલને અનુસરતા હોય એવી અન્ય બાબતો ઉપર રાજય સરકારને સલાહ આપવા અંગે બોડૅની ફરજ રહેશે અને આવી સહાલ મળ્યા બાદ આવી કોઇ વસ્તુ નશાવાળા દારૂ તરીકે ઉપયોગ માટે યોગ્ય છે કે કેમ તે અંગે રાજય સરકાર નિણૅય લેશે તથા એ એવી રીતે ઉપયોગ માટે યોગ્ય છે એવા રાજય સરકારના નિણૅયથી આવી વસ્તુ વિરૂધ્ધ સાબિતી મળે ત્યાં સુધી નશાવાળા દારૂ તરીકે ઉપયોગ માટે યોગ્ય છે એમ માનવામાં આવશે.

(૭) આ જ કલમની ઉપરોકત પેટા કલમમાં દશૅવેલ કોઇ વસ્તુ નશાવાળા દારૂ તરીકે ઉપયોગ માટે યોગ્ય હોવા અંગે રાજય સરકારે જે નિણૅય કર્યો ન હોય ત્યાં લગી આવી તમામ વસ્તુ આવા ઉપયોગ માટે વ્યાજબી ગણાશે નહિ.