પોલીસ ખાતા તથા બીજા અન્ય ખાતાના અધીકારીઓને આ કાયદા હેઠળ આપવામાં આવેલ સતા અને ફરજો અંગે - કલમ:૬

પોલીસ ખાતા તથા બીજા અન્ય ખાતાના અધીકારીઓને આ કાયદા હેઠળ આપવામાં આવેલ સતા અને ફરજો અંગેઃ

(૧) આ કાયદા મુજબ રાજય સરકાર પોલીસ ખાતાના કોઇપણ અધીકારીને કે બીજા અન્ય ખાતાના અધિકારીને જાતે કે તેના પદના હકના આધારે આ કાયદા નિયમો કે વિનિયમો કે તે નીચે કરેલા આદેશો અનુસાર પોતાનો વ્યાજબી લાગે તેવી સતા આપી શકશે કે તે અંગેની ફરજો તેના માથે નાખી શકશે તથા આવા કામો કરવા અંગે તેને ફરમાન કરી શકશે તથા તેમ થયા મુજબ એવા કોઇ અધિકારીએ તેના મુખ્યપદને લગતી સતા ફરજો કે કાર્યો ઉપરાંત આવી સતા વાપરવા આવી ફરજો અદા કરવા તથા આવા કાર્યો કરવાના રહેશે.

(૨) આ કાયદા મુજબ રાજય સરકાર કોઇપણ વ્યકિતને આ કાયદા નિયમો કે વિનિયમો કે તે મુજબ કરેલા આદેશો અનુસાર પોતાને યોગ્ય લાગે તેવી સતા સુપ્રત કરી શકશે એવી ફરજો તેના માથે નાખી શકશે અને એવા કામો કરવાનો તેમને આદેશ કરી શકશે આ પ્રકારની વ્યકિતને રાજય સરકારને પોતાને વ્યાજબી લાગે તેવા પદનુ નામ આવી વ્યકિતઓને આપી શકશે.