બીજા અન્ય બોડો તથા સમિતિઓ અંગે - કલમ:૭

બીજા અન્ય બોડો તથા સમિતિઓ અંગેઃ

(૧) આ કાયદા મુજબ જોગવાઇઓને અમલી કરાવવામાં અધિકારીઓને મદદ તથા સલાહ આપવા અંગે રાજય સરકાર બીજા બોર્ડો તથા સમિતિઓની નિમણૂક કરી શકશે.

(૨) નકકી કયૅ મુજબ તમામ કાર્યો આવા બોડો તથા સમિતિઓ કરી શકશે.

(૩) આ પ્રકારના આવા અન્ય બીજા બોડો તથા સમિતિઓને બનાવવા તથા તેમના કામકાજ સંબંધે જે પધ્ધતિ નકકી કરવામાં આવે તે મુજબ રહેશે.

(૪) આવા બોડૅો તથા સમિતિઓના સભ્યોને રાજય સરકાર ફરમાન કરે તે મુજબ ફી અને ભથ્થા આપી શકશે.