નિયામકનુ નશાબંધી અને અન્ય અધિકારીઓ ઉપર નિયંત્રણ
આ કાયદા કે નિયમો કે વિનિયમો કે આ નીચે કરવામાં આવેલા આદેશોની જોગવાઇઓ મુજબ પોતે વાપરવાની સતાના પ્રસંગે કોઇ પોતાની ફરજો અદા કરવા કે કામો કરવા માટે અદા કરવાના પ્રસંગે તમામ નશાબંધી અધિકારીઓ અને પોલીસ કે બીજા અન્ય ખાતાના અધિકારીઓ સાથેના તમામ અધિકારીઓ રાજય સરકારના સામાન્ય કે વિશિષ્ટ આદેશને તાબે રહીને નિયામકના તાબે કે નિયંત્રણ નીચે રહેશે તથા તેઓ નિયામક પ્રસંગોપાત આદેશ આપે તેનુ અનુસરણ કરવા બંધાયેલા રહેશે.
Copyright©2023 - HelpLaw