સોપણી અંગે - કલમઃ ૧૦

સોપણી અંગે:

(૧) આ કાયદા મુજબ પોતે વાપરી શકે તેવી કોઇ સતા રાજય સરકાર નિયામકને કે પોતાને વ્યાજબી લાગે તેવા બીજા અન્ય અધિકારીને સુપ્રત કરી શકશે.

(૨) રાજય સરકારના નિયંત્ર તથા ફરમાવ્યા મુજબ નિયામકને કે આ કાયદા મુજબ નિમણૂક પામેલા કે સતા આપેલી અન્ય કોઇ અધિકારીને સુપ્રત કરેલી સતા તે પોતાના તાબા હેઠળના અન્ય કોઇપણ અધિકારીને સોપણી કરી શકશે.