કાયદા નિયમો વગેરેની જોગવાઇઓ મુજબ નશીલી વસ્તુ બનાવવા વગેરે માટે છુટ આપવા અંગે
આ પ્રકારમાં જણાવેલી જોગવાઇઓ ગમે તે પ્રકારની હોય છતા પણ આ કાયદાની કે તે હેઠળ કરેલા કોઇપણ નિયમો વિનિયમો કે આદેશોની જોગવાઇઓથી નકકી કરવામાં આવેલ હોય તે રીતે તથા તેટલા સુધી કે તે હેઠળ આપેલા પરવાના પરમીટ પાસ કે અધિકાર અંગેનો પત્રના બંધારણ તથા શરતો મુજબ નશાયુકત પદાથૅ કે ભાંગ ગાંજાની આયાત કે નિકાસ કરવા અંગે કે હેરફેર કરવા અંગે બનાવવા અંગે શીશીમાં ભરવા અંગે વેચવા અંગે કે તેનો વપરાશ કરવા અંગે કે લેવા અંગે કે ભાંગ ગાંજાની વાવણી કરવી કે તે ભેગા કરવા અંગે કે તાડી ઉત્પન્ન કરી શકે તેવુ કોઇ વૃક્ષના છેદન અંગે કે આવા વૃક્ષને છેદન કરવા દેવા અંગે કે વૃક્ષમાંથી તાડી કાઢવા અંગે જે કાયદેસરનુ ગણાશે.
Copyright©2023 - HelpLaw