નશાવાળા ઔષધોની નિકાસ આયાત વેચાણ ઉત્પાદન કે હેરફેર વિગેરે કરવા માટેના પ્રતિબંધ અંગે
આ કાયદા મુજબ કોઇપણ વ્યકિત
(એ) કોઇ નશાયુકત વસ્તુની આયાત નિકાસ કે હેરફેર કરી શકશે નહી કે પોતાના કબ્જામાં રાખી શકશે નહી.
(બી) ભાંગ કે ગાંજાની વાવણી કરી શકશે નહી કે તે ભેગુ કરી શકશે નહી
(સી) કોઇ નશાયુકત દવા બનાવવા માટે કોઇ વસ્તુ કે પદાથૅ રસ કાઢવાનુ મશીન પાત્રો સરસામાન ઓજારો કે બીજુ અન્ય કોઇપણ પ્રકારના સાધનનો ઉપયોગ કરશે નહી કે પોતાની પાસે કબ્જામાં રાખી શકશે નહી
(ડી) કોઇ નશાયુકત દવાનુ ખરીદ વેચાણ કરી શકાશે નહી.
(ઇ) કોઇ નશાયુકત દવા લઇ ઉપયોગમાં લઇ શકાશે નહી અથવા
(એફ) કોઇ નશાયુકત દવા બનાવી શકશે નહી.
Copyright©2023 - HelpLaw