વિકૃત થયેલા સ્પિરીટમાં ફેરફાર કરવા અંગે આ કાયદા મુજબ કોઇપણ વ્યકિતએ - કલમ:૨૧

વિકૃત થયેલા સ્પિરીટમાં ફેરફાર કરવા અંગે આ કાયદા મુજબ કોઇપણ વ્યકિતએ

(એ) કોઇ વિકૃત થયેલા સ્પિરિટનો પીણા તરીકે પીવાની દવા તરીકે કે બીજી અન્ય રીતે માનવીના ઉપયોગ માટે લેવાય તેવા ઇરાદાથી તેમા પાણી ભેળવીને કે બીજી અન્ય કોઇપણ રીતથી ફેરફાર કરી શકશે નહી કે તે અંગેના કોઇ પ્રયત્ન કરી શકશે નહી.

(બી) જેને સંબધે આવા ફેરફાર અંગે કે પ્રયત્ન કરવામાં આવેલ હોય તેમ જાણવા છતા કે જાણવાને તેને કોઇ કારણ હોય તે આવા વિકૃત થયેલો સ્પિરિટ પોતાના કબ્જામાં રાખી શકશે નહી.