નોંધણી થયેલ વૈદકીય વ્યવસાયીઓ સિવાયના બીજા કોઇએ નશાયુકત દારૂ માટેના પત્ર આપવા ઉપર પ્રતિબંધ અંગે
આ કાયદા મુજબ કોઇપણ વ્યકિતએ
(૧) નોંધણી થયેલ ડોકટરી વ્યવસાયીઓ વગરના બીજા કોઇપણ વ્યકિતએ નશાયુકત દારૂ દવા માટે દવા માટેનો પત્ર આપવાનો રહેશે નહી.
(૨) કોઇ નોંધણી થયેલ ડોકટરી વ્યવસાયી જેના ઉપયોગ માટે આવુ સારવાર પત્ર આપવા ધારતા હોય તે વ્યકિતની કાળજીથી દાકતરી તપાસ કયૅ પછી શુધ્ધ બુધ્ધિથી એવા મત ઉપર આવે કે આવી વ્યકિતને આવો નશાયુકત દારૂ ઉપયોગમાં લેવાથી રાહત મળે તેમ છે નહી તે આવો નશાયુકત દારૂ સારવાર પત્રમાં લખી આપી શકશે નહી.
(૩) કોઇ નોંધણી થયેલ વૈદકીય વ્યવસાયીએ નશાયુકત દારૂ માટે લખી આપેલ ચિકિત્સાપત્રમાં જેની માટે આવુ ચિકિત્સાપત્ર લખી આપ્યુ હોય તેનુ પુરૂ નામ સરનામુ આપ્યા તારીખ વપરાશ માટેની સુચનાઓ લેવા માટેનુ માપ અને કેટલીવાર લેવુ જોઇએ તે જણાવવુ જોઇએ તથા તે આપ્યા તારીખથી એક વષૅ લગી આવા ચિકિત્સા પત્રની એક પત્ર સાચવી રાખવી જોઇએ અને આવી સાચવેલા પત્રો પર લખી આપેલાની બિમારી અને ઇરાદો જાણવવા જોઇએ.
Copyright©2023 - HelpLaw