નશાવાળી વસ્તુ કે ભાંગ ગાંજાના વપરાશ માટે આગ્રહ કરવા કે લોકો ગુનો આચરવા પ્રેરાય કે તેમને તેમ કરવા અંગે ઉતેજન મળતુ હોય એવુ કોઇપણ પ્રકારનુ કૃત્ય કરવા પર પ્રતિબંધ અંગે
આ કાયદા મુજબ કોઇપણ વ્યકિતએ
(એ) કોઇ નશાવાળી વસ્તુ કે ભાંગ કે ગાંજાના ઉપયોગ માટે આગ્રહ કરી શકશે નહી કે આપી શકશે નહી અથવા
(બી) રદ કરેલ છે.
(સી) કોઇપણ વ્યકિત કે વ્યકિતઓનો કોઇપણ વગૅ કે સામાન્ય સંજોગોમાં પ્રજા આ કાયદા હેઠળનો કોઇ ગુનો કરવા કે તે મુજબ કરેલા કોઇ નિયમ વિનિયમ આદેશના કે તે મુજબ આપેલ કોઇ પરવાના પરમીટ પાસ કે અધિકારપત્રમાં દશૅાવેલી શરતોનો ઉલ્લંઘન કરવા પ્રેરાય કે તેમને તેવુ કરવા માટે ઉતેજના થાય તેવુ કઇ કૃત્ય કરવા દેવાશે નહી.
Copyright©2023 - HelpLaw