નશાવાળી વસ્તુ વિગેરેને લગતી જાહેરાતો જાહેર કરવા માટેનો પ્રતિબંધ કરવા અંગે આ કાયદા મુજબ
(૧) કોઇપણ વ્યકિતએ કોઇ અખબાર સમાચાર પત્રિકા પુસ્તક પુસ્તિકા ચોપાનીયા તથા એક જ સમયે પ્રકાશિત કરેલા કે સામાયિક પ્રકાશનોમાં
(એ) નશાવાળી વસ્તુ કે ભાંગ કે ગાંજાના વપરાશ માટે આગ્રહ સેવતી કે વેંચાણ કરવા માંગતી
(બી) કોઇ માણસ કે માણસોનો વગૅ કે સામાન્ય રીતે કાયદા અંગેના કોઇ ગુનો આચરવાનો તે મુજબ કરેલા કોઇ નિયમ વિનિમય કે આદેશન અધિકાર પત્રમાં દશૅાવેલી શરતોના ઉલ્લંઘન કરવા કે ટાળવાને ઉતેજના મળે કે તેમ પ્રેરાય તેવી સંભવિત જણાય તેવી કોઇ જાહેરાત કે બીજી અન્ય બાબતનુ છાપકામ કરવુ નહી કે જાહેરાત કરવી નહી કે બીજી અન્ય કોઇ રીતે પ્રદશૅનમાં મુકવી નહી કે વહેંચવી નહી.
(૨) આ કાયદાની આ જ કલમની પેટા કલમ
(૩) માં બીજી કોઇપણ રીતે નકકી કરવામાં આવેલ ન હોય તો આ કલમ અંગે આ નીચે જણાવેલા લાગુ પાડી શકાશે નહી (એ) નિયામક સામાન્ય રીતથી કે ખાસ રીતથી મંજુરી આપે તેવા સુચિપત્રો કે ભાવપત્રકોને
(બી) પરપ્રાંતમાં છપાયેલા કે જાહેર થતા કોઇ અખબાર સામાચારપત્ર પુસ્તક પુસ્તિકા ચોપાનીયા કે બીજા અન્ય પ્રકાશનમાંની કોઇ જાહેરાત કે અન્ય બાબતે
Copyright©2023 - HelpLaw